SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન થશે, કઈ સાધુસહાયક મંડળ થશે, કઈ વસ્તીપત્રક તૈયાર કરનાર મંડળ થશે, કઈ જૈન ધર્મ પ્રચારક મંડળ થશે, કોઈ ભૂતદયા મંડળ થશે, કઈ સ્વચ્છતા પ્રચારક મંડળ થશે–આદિ અનેક દિશાએ પ્રયત્ન ચાલશે અને આ સમાજ વિવિધ ક્ષેત્ર દ્વારા કાર્ય કરશે અને પ્રગતિને ઉદ્દેશ ખાસ લક્ષ્યમાં રાખી ધર્મસ્થિરીકરણ અને ધર્મપ્રચાર કરી શ્રી વીર પરમાત્માના સંદેશા જગતભરને સંભળાવશે. વિશ્વબંધુત્વને ખ્યાલ ન છેડતાં રાષ્ટ્રભાવનાને પોષી સાપેક્ષ દૃષ્ટિએ દીર્ધદષ્ટિપૂર્વક કામ લેશે અને તેમાં ભૂલ થશે તે જાહેર કબૂલાત કરવામાં કે ક્ષમા યાચવામાં જરા પણ સંકોચ ન રાખતાં આગળ ધપાવવા પોતાની આવડત, અનુકૂળતા અને પરિસ્થિતિ પ્રમાણે કામ લેશે. વાત કરતાં અમલ તરફ, ટીકા કરતાં કાર્ય તરફ અને ઉપર ઉપરની તાળીઓ કરતાં પરિણામે ધારેલી અસર થાય તે પદ્ધતિએ કામ લેવા પ્રયત્ન કરશે. જરા વિગતેમાં ઉતરીએ તે સેવા અનેક પ્રકારના બંધારણપૂર્વકની સમિતિઓના નામથી નીકળશે અને તેની સભ્યસંખ્યા પ્રચંડ થતી જશે. નાનામાં નાની બાબતથી માંડીને અનેક પ્રકારના સેવાના પ્રબંધ થશે. મેળાવડામાં પાણી પાવા જેવી બાબતથી લઈને મોટા મેળા વખતે નિયમન રાખવું, અકસ્માત વખતે મદદ કરવી–આવી અનેક સેવા સમિતિઓ નીકળશે. એ સર્વ ધરણસર અને ઉદ્દેશ લક્ષ્યમાં રાખીને કામ લેશે અને સામાજિક શિસ્તમાં સુંદર ફાળો આપી વ્યવસ્થા અને પ્રગતિમાં ખૂબ ફાળો આપશે. લેકમાં અપૂર્વ સેવાભાવના ખીલશે. દરેકને પિતાના ઉદરનિર્વાહ ઉપરાંત કાંઈક કરવાની વૃત્તિ રહેશે. કોઈ સંસ્થા બાળઉછેર તે કઈ માંદાની માવજત, કોઈ સંસ્થા દારૂનિષેધ તે કોઈ સ્વદેશી પ્રચાર, કઈ સંસ્થા ભાષણણીની વ્યવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy