SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન એને કોઈ એજ્યુકેશન બોર્ડ એવું પણ નામ આપશે. બહુધા પરરાજ્યની અથવા પરદેશી ભાષામાં કઈ સંસ્થા ઓળખાશે નહિ. આ કેળવણી મંડળ ખૂબ વિચાર કરી સમસ્ત જૈન કોમની કેળવણવિષયક નીતિ મુકરર કરશે. એ બાળ ઘારણથી માંડીને વાચનમાળા જેવી નાની લાગતી બાબતેથી તે અનેક મહાપ્રશ્નો ચર્ચા તેને જાહેર કરશે અને તે રીતે જાહેર થયેલા વિચારે પણ સારી રીતે ચર્ચા કરવાની તક સર્વને આપી છેવટે નિર્ણય જાહેર કરશે. આ કેળવણી મંડળનું કાર્ય માત્ર કેળવાયેલાના જ હાથમાં ન લેંપતાં જે જૈન બંધુઓએ કેળવણીના શાસ્ત્રને વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કર્યો હશે તેને સોંપવામાં આવશે અને તેના કાર્યમાં ગમે તે માણસ હાથ ઘાલશે નહિ. ચય કરવાને ઉપર જણાવ્યું તેમ છૂટ રહેશે, પણ નિર્ણય તે સેવાભાવી સંજ્ઞોના હાથમાં જ રહેશે. આ મધ્યસ્થ મંડળ તે માત્ર નીતિ જ મુકરર કરશે, વિચાર ફેલાવવાનું કાર્ય કરશે, બાકી તેને અમલ તે તે સંસ્થાઓ કરશે. આ મધ્યસ્થ કેળવણી મંડળ એક વાત મુકરર કરીને અનેક રીતે સમજાવશે કે જૈન કેમનો નિસ્તાર એકસંપમાં, નાના તફાવત ભૂલી જવામાં, પૂર્વ કાળના મહાન વારસાને કાયમ કરવામાં અને તે સર્વને ખાતર “કેળવણીના સવાલને ખાસ મહત્વ આપવામાં છે. કેળવણીના નિકાલમાં સર્વ પ્રશ્નોને નિકાલ છે એમ નવયુગ આ મધ્યસ્થ મંડળ દ્વારા જાણશે અને એ પ્રકારે એને અમલ કરશે. એ ઉપરાંત સાધન વગરના બાળકો અને બાળાઓ માટે બાળાશ્રમો ઠેકાણે ઠેકાણે સ્થાપવામાં આવશે. એ બાળાશ્રમમાં માત્ર સાધનહીન જૈનને જ સ્થાન મળશે. ધનવાન કે મધ્યમ વર્ગને માટે વિદ્યાર્થીગૃહમાં યોજના થશે. ખાસ કેંદ્રસ્થાનાએ ગુરુકળતી યોજના કરવામાં આવશે. એને ઉદ્દેશ સેવાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy