SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ -- - ૨૫૧ નવયુગને જૈન નવનીત ધનવાનોના હાથમાં જાય છે, જ્યારે તેને ઉત્પન્ન કરનાર મજૂરને વધારેમાં વધારે બહુ તે સાદું ખાવાનું મળે છે, પણ એ અજ્ઞાનથી આચ્છાદિત રહે છે, એને રહેવાનાં સ્થાને તદ્દન બીસ્માર અને અનાગ્ય હોય છે, એને ઘણા કલાક કામ કરવાનું હોઈ એશઆરામનું સ્વપ્ન પણ આવતું નથી, જ્યારે એની મહેનતને પરિણામે પિસાવાળા ચમન કરે છે, આરામ કરે છે, મેટા મહેલમાં વાસ કરે છે, ભાત ભાતનાં ભેજન આરોગે છે અને એના કપડામાં હરવાફરવામાં અને જીવનના નાદમાં અનેક સગવડે ભેગવે છે. એક મિલમાં કામ કરનાર હજારે મજૂરની દશા અનુભવી હોય તે એના પર પ્રકરણ લખાય. સ્ત્રીઓને પણ દેહનિર્વાહ માટે કામ કરવું પડે છે, એના બાળકને ધવરાવવાને સમય પણ મળતું નથી અને સૂર્યોદય થાય ત્યાં સુધીમાં તો રાંધી ખાઈને સીટી વાગે તે પહેલાં હાજર થવું પડે છે. વળી એ શ્રમજીવી માંદ પડે ત્યારે એની સંભાળ કરનાર કોઈ નથી, છતાં એને દિલાસે નથી, મરી જાય તે એની પાછળ એના ઘરના માણસોમાંથી કેઈને આંસુ પાડવાનું નથી અને એને ઉંચે આભ અને નીચે ધરતી છે. એના પરસેવાથી મેળવેલ લક્ષ્મીમાં એને ભાગ નથી, એની વહેંચણીમાં એને અવાજ નથી, એના ઉપભોગમાં એને કાંઈ લેવાદેવા નથી. આ વાત તે ઘણી લંબાવાય તેમ છે. મતલબ શ્રમજીવી અને ધનવાન વચ્ચે આ વિચાર માત્ર પુસ્તકમાં રહેનાર નથી, પણ નવયુગમાં તે સંખ આકાર ધારણ કરશે. ધનવાનેને મિલકત ધરાવવાને બીલકુલ હક્ક નથી એ રીતે ચર્ચા થઈને ન અટકતાં આખા મિલક્તના જુથ-મિલકતની સંસ્થાપર આક્રમણ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy