SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ નવયુગને જૈન એકથી શરૂ કરી પચાસ સુધી કરવાની છે તે બીજાની એકાવનથી શરૂ કરી સો સુધી પહોંચવાનું છે. બન્ને મળીને એક–અખંડ– સંપૂર્ણ થાય છે. નંબર એકથી પચાસ સુધીના દેકડાનાં કાર્યો ભલે જૂદાં હેય. પણ એ પચાસ ન હોય તો એકાવનથી સંખ્યા શરૂ જ થતી નથી. તે સામાન્ય બુદ્ધિથી અર્ધા અંગને એક પતિવ્રત રાખવાનું દુરસ્ત ધાર્યું તે ઘણું ગ્ય છે, આદર્શમય છે, વંઘ છે, ત્યાગ જીવનને પુષ્ટ કરનાર છે, સંસાર ધુસરીના વહન કરનારને બરાબર ભાગ પાડી આપનાર છે. તે જેમ સંસારને ભાર ઉપાડનાર એક બળદ આખી જીંદગી સુધી એ ધુરાને છોડે નહિ અને કદાચ બાજુને બળદ ન હતે થઈ જાય તો તેની ખાતર ઝુરી તેનું સ્મરણ કરે, તેમ બીજા બળદને માથે પણ તેવી જ ફરજ હેવી ઘટે. એક પતિવ્રત સામે એક પત્નીવ્રત એ તે સહજ પ્રાપ્ય નિયમ છે. આ દલીલનો જવાબ પ્રાચીન યુગ શો આપશે તે નવયુગ કલ્પી શકે તેવું નથી. જે સાધ્ય આદર્શ આર્યત્વ વગેરે ઉચ્ચ ભા સ્ત્રીને લાગતા હોય તે તે જ દલીલે પુરુષને કેમ ન લાગે અને તેજ પ્રશ્રન પુરુષની બાજુએથી ચર્ચાતાં આદર્શ ઉપર પાણી કેમ ફેરવવામાં આવે છે તે નવયુગની સમજમાં ઉતરશે નહિ. વિધવાને જીવનભર બ્રહ્મચર્ય ફરજીઆત તે જ હોઈ શકે કે જે પુરુષ એકપત્નિત્રત જીવનભર પાળવા અને સ્ત્રીને અભાવે બ્રહ્મચારી રહેવા કબૂલ થતું હોય . એ સિવાય કરેલ એકતરફી નિર્ણયમાં નવયુગ અન્યાય અને સ્ત્રીઓની પરવશ દશાને ગેરલાભ લેવાયેલો જ લેશે. આર્ય આદર્શ રાખ હોય તે નવયુગને ને નથી, એમાં અનેક સગવડે છે, પણ રામ સીતાને જંગલમાં મોકલ્યા પછી બીજી પરણ્યા નહતા એ ખરો આર્ય આદર્શ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy