SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ મું ૧૫૭ કરશે. એમાં પણ તત્ત્વના ગ્રંથ ઉપર ખાસ ભાર મૂકી તેને અગ્રસ્થાન આપવામાં આવશે. એ દરેક આગમ ગ્રંથના ભાષ્ય ચૂણિ નિર્યક્તિને પ્રગટ કરવામાં આવશે અને ટીકાઓ ઉપર દેશકાળની કેટલી અસર થઈ છે તે નોંધ દ્વારા સ્પષ્ટ કરવામાં આવશે. પ્રત્યેક આગમ ગ્રંથ કોણે અને ક્યારે બનાવ્યું તેને ઇતિહાસ શોધવામાં આવશે અને પ્રચલિત માન્યતા કે સંપ્રદાય પર આધાર ન રાખતાં અત્યંતર પુરાવા ઉપર ખાસ લક્ષ્ય રાખવામાં આવશે અને જે પરિણામે સ્પષ્ટ જણાશે તે સત્યશોધનની નજરે નિર્ભયપણે પ્રકટ કરવામાં આવશે. ન્યાયના ગ્રંથ ઉપર વિસ્તારપૂર્વક ભાષાંતરે અને ચર્ચાઓ પ્રકટ કરવામાં આવશે. મૂળ ગ્રંથે અને તે પર સંસ્કારી ને પ્રકટ કરવામાં આવશે. કેઈ ગ્રંથ વાંચવાનો અમુક વર્ગનો ઈજારે હોઈ શકે એ મતને દૂર કરવામાં આવશે. એ વિચારણું બતાવવાનું મૂળ શોધવામાં આવશે અને તેમાં જ્ઞાન અને ચારિત્રની કેવી ગૂંચવણ કરી નાંખવામાં આવી છે તે બતાવવામાં આવશે. ભગવાનની વાણી કે ગણધરની ગૂંથણી જે સાંભળી શકે તે વાંચી પણ શકે એવી માન્યતા થશે અને મૂળ ગ્રંથે–આગમ તરફ પ્રીતિ વધે તે માટે ખાસ યત્ન થશે. એ ઉપરાંત કર્મ, નિગેદ, નયનિક્ષેપ, પ્રમાણ આદિ જુદા જુદા મુદ્દા પર, નવ તત્ત્વ પર, સપ્તભંગી પર ખૂબ વિસ્તારથી તેમજ પ્રાથમિક લે, પુસ્તકે, પુસ્તિકાઓ અને ચર્ચાઓ અનેક ભાષામાં પ્રકટ કરવામાં આવશે. અનેકાંત મતને અનેક દૃષ્ટિએ બહાર લાવવામાં આવશે. એની યુક્તિમત્તા, એનું દેશકાળને અનુરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy