________________
નવયુગને જૈન
w
w
w
4 '' , "
જા -
પ્રથમ વાણિયા–વણિક સર્વ કન્યાવ્યવહાર કરી શકે તે ફેરફાર નવયુગ તરત કરશે. એક બે વર્ષમાં ત્યાર પછી કઈ પણ જૈન સાથે કન્યાવ્યવહાર કરશે. એ જ્ઞાતિમાં માનશે જ નહિ. આ ન યુગ જ્ઞાતિસંસ્થાને ફેંકી દેશે. એ વર્તમાન યુગમાં બિલકુલ અર્થ વગરની, પ્રગતિને અડચણ કરનારી અને સમાજશરીરને વલોવનારી માલુમ પડશે. અવ્યવસ્થાના–ભયત્રાસના સમયમાં એ સંસ્થાને કદાચ સહજ પણ ઉપયોગ હશે એમ સ્વીકાર્યા વગર દલીલ ખાતર કદાચ માનશે, પણ અત્યારના યુગમાં તે એ નિરર્થક નુકસાનકારક છે એમ સમજી એને એક સપાટે રદ કરશે.
આ રીતે પ્રાંત પ્રાંતના, જ્ઞાતિ જ્ઞાતિના, દશા વીશાના–એ સર્વ તફાવતે ઉડી જશે અને જૈન સંઘભાવનાબંધુત્વ ખીલશે. તે બંધુત્વ પણ જે સમાજવાદને અનુરૂપ થઈ શકશે અને રાષ્ટ્રીય ભાવનાની વિરૂદ્ધ નહિ જાય તે જ એ બંધુભાવ પણ ટકશે. આ પ્રશ્ન જુદે છે તે આગળ ચર્ચવામાં આવશે. મુદ્દાની વાત એ છે કે જ્ઞાતિભેદો ટકી શકશે નહિ, જ્ઞાતિના શેઠિયાઓની પટેલાઈ ઊડી જશે અને જરા કુંફાડા મારશે, પણ એમનું કાંઈ વળશે નહિ. આ રીતે જૈનેની સંખ્યા ટૂંકી થવામાં જે મૂળ મુદ્દામસરને વધે હતા તે દૂર થઈ જશે. કન્યાવ્યવહારનું ક્ષેત્ર ઘણું વધી જશે. આ મુદ્દા પર વ્યાવહારિક સ્થિતિની વિચારણું નવયુગ કેવી રીતે કરશે તે સંબંધી આગળ વિગતવાર વિચારણા કરવાની છે.
સંખ્યા વધારવા વ્યવસ્થિત પ્રયત્ન આ ઉપરાંત જૈન સંખ્યાબળ વધારવા માટે વ્યવસ્થિત પ્રયત્ન થશે. નવયુગ તે કાર્ય કેવી રીતે કરશે તેની આ રૂપરેખાઃ
સર્વથી પ્રથમ આગમ ગ્રંથના સ્પષ્ટ, સીધાં અને સરળ ભાષાંતર હિંદી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી વગેરે ભાષામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com