________________
=
;
પ્રકરણ ૧૪મું
૧૫
તે હિંદુઓથી પણ વધારે વર્ણને સ્વીકાર કરી રહ્યા, પાર વગરના પેટભેદ ઉપભેદેમાં વહેંચાઈ ગયા અને આ જૈન શાસનને ત્રિકલાબાધિત મુદ્દો સમજ્યા નહિ, પરિણામે જૈનમાં બંધભાવ જાગે નહિ. શ્રીમાળી, ઓશવાળ, પિરવાડમાં વળી અર્થ વગરના દશાવીશાના ભેદ, પ્રાંતના ભેદ અને વાણિયા સિવાય અન્યને સ્વીકાર કરતાં આંચકે. ભજનવ્યવહારમાં પંક્તિભેદ. આ સર્વ જૈન ધર્મના અસલ પાયાના મુદ્દાને હાનિ કરનાર અને સ્પષ્ટ રીતે કહેતાં, જે અધાર્મિક રીતિ જૈનને આંગણે દાખલ કરવામાં આવી તેને પરિણામે જૈન સંઘભાવનાનાં મૂળ સડી ગયાં. માત્ર દેવદર્શન-પૂજા માટે સંધ અને બાકી સર્વત્ર અરાજકતા, એટલું જ નહિ પણ અન્યત્ર જૈનેતરના વટહુકમને આશ્રય કરે પડે એવી તદ્દન અકુદરતી સ્થિતિને સ્વીકાર કરવો પડ્યો.
આને પરિણામે બંધુભાવ ન જામે એટલું જ નહિ, પણ કેટલેક પ્રસંગે તે જૈનને અજૈનના મોટા સમૂહ સાથે કન્યાવ્યવહાર કરવાનું હોઈ તેમની સ્થિતિ ત્રિશંકુ જેવી થઈ પડી. દીકરીને અભ્યાસ જરા જરા કરાવ્યું હોય ત્યાં તે તેને અજૈનને આપવી પડે. ત્યાં તેને તિરસ્કાર થતે જોઈ અંતે માબાપ થાક્યા અને આ મુદ્દામ કારણે જૈનને છાંયડે ધીમે ધીમે મૂકી બે ત્રણ પેઢીએ અજૈન બની ગયા. ઉપદેશક સર્વત્ર પહોંચી શક્યા નહિ એ પણ સંખ્યાહાનિનું એક મુદ્દામ કારણ છે, પણ પ્રબળ કારણ લગ્નસંસ્થાની ઉપેક્ષા કરવાનું અને બંધુભાવને અમલ ન કરવાનું જ છે એને આખો ઇતિહાસ સાક્ષી પૂરે છે.
આ ઉપરાંત જ્ઞાતિમંડળની અવ્યવસ્થિત હાલત, જ્ઞાતિના આગેવાને પક્ષપાત, તેઓની કેંદ્રસ્થ થવાની વૃત્તિ અને વિશાળતાને ખ્યાલ કરવા કરતાં પિતાનાં ઘર કે કુટુંબીઓમાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com