SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ નવયુગને જૈન નજર કરવાની સાંકડી વૃત્તિને પરિણામે જે કેમ ધર્મબળે એક થવી જોઈએ તે છિન્નભિન્ન થઈ ગઈ અને શેઠિયાઓના ત્રાસથી, દીકરીઓના કલ્પાંતથી અને ઉપદેશકના અભાવથી આખી કેમ અથવા તેને મોટા ભાગ જેનેતર થઈ ગયે. આ સર્વ ઇતિહાસની બાબત છે, તેના દાખલા મેજુદ છે અને તેની વિગતે ત્રાસ ઉપજાવે તેવી ભયંકર છે. નવયુગ બતાવશે કે તમે કઈ જ્ઞાતિના સાજનામાં ગયા છે, ત્યાં જે પદ્ધતિએ કામ લેવાય છે તે નિહાળ્યું હોય તે કઈ સ્વમાની માણસ એમાં ચાલુ રહેવા ઇચ્છે નહિ એટલા બધા ત્યાં ગડબડગોટા છે. આ સર્વ અજૈન દશા ફેલાવાને પરિણામે બંધુભાવ ખીલી શક્યો નહિ અને માત્ર દેવદર્શન કે પૂજાને સંબંધ કેટલે વખત ચાલે? એ ઉપરાંત એવા ત્રાસને ભોગ થઈ પડેલા જેનેની ચાલુ અરજીઓ ઉપર ધ્યાન અપાયું નહિ અને તમે ઇરાદાપૂર્વક જૈનેને અર્જન થવા દીધા છે અને કપાળે હાથ મૂકી અજૈન થનારનાં કર્મોને દેષ કાવ્યો છે. વ્યક્તિગત ધર્મ ઉપરાંત સમાજનાં બંધને, જરૂરિયાત અને નિયમનને તમને અભ્યાસ નથી, તમને એ વિષય પર રૂચિ પણ નથી થઈ અને આખી પ્રણાલિકાને તમે તેડી કેડી મચડી નાખી છે. થોડા મુદ્દાના સવાલ તમે એક વાતનો ખુલાસો આપી શકશે? થોડા મુદ્દાના સવાલ નવયુગ કરશેઃ - દશાવીશાને ભેદ ક્યાંથી ઉભળે? એને કાંઈ અર્થ છે? એની જરૂરિયાત છે ? એને ઉપયોગ છે? એ કઈ શેઠિયાના મગજના ફાંટામાંથી ઉો હશે અને પછી તે આગુ સે ચલી આતી હૈ. તમે કાંઈ ખુલાસે આપી શકે તેમ છો? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy