SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન ------- આ સર્વ બાબતને ઉપાય નવયુગ પૂર્ણ મજબૂતીથી કરશે, પ્રાચીનોને ખળભળાવી નાંખે તેવા પાકા પાયા ઉપર કામ લેશે અને તેને અંગે કેવા ધોરણે કામ લેશે તે આ ઉલ્લેખમાં સ્પષ્ટ કરવાનું અહીં પ્રયોજન પ્રાપ્ત થાય છે. નવયુગ પ્રાચીનોને શું કહેશે? નવયુગ પ્રાચીનને ખુલ્લા શબ્દોમાં કહેશે કે વ્યવહાર ચલાવવા માટે તમારે સમસ્ત જૈન શ્રાદ્ધ વર્ગ માટે જરૂરી નિયમ કરી આપવાની આવશ્યકતા હતી. તમે માત્ર એમ જ સમજ્યા લાગે છે કે જૈન થયે એટલે એણે લગ્નાદિ વ્યવહારની દરકાર જ કરવી ન જોઈએ. એ ઊંચી કક્ષાની વાતને તમે સામાન્ય ચાલુ વ્યવહાર સાથે જોડી નાંખી. તમે આ નિયમ ન ઘડવામાં મનુષ્યસ્વભાવને અભ્યાસ ન કરવાનું પરિણામ બતાવ્યું. બીજું તમે એક મુદ્દાની વાત વીસરી ગયા. જૈન એ બંધુસમાજ છે. જે કઈ સમ્યકત્વને સ્વીકારે છે તે સ્વધર્મી બંધું. તેનું વ્યાવહારિક વાત્સલ્ય કરવું ઘટે. આ પરમાત્માના ઉપદેશને તમે તદ્દન ભૂલી ગયા. તમે સ્વામીવાત્સલ્ય એટલે લાડવા કે જમણવાર જ સમજ્યા. આ સંબંધમાં શાસ્ત્ર શું કહે છે તે બતાવવા કદી તસ્દી લીધી છે? તમારો વ્યવહાર, તમારું વતન શાસ્ત્રના ઉપદેશથી તદ્દન વિરુદ્ધ હતું. તમે ચાલુ વ્યવહારમાં સ્વામીવાત્સલ્યને અર્થ સમજ્યા નથી અને એને ઉપયોગ તમારા કોઈ પણ વ્યવહારમાં તમે કેવાં ગોથાં ખાધાં છે તે બતાવે છે. ત્રીજું–નવયુગ કહેશે કે વર્ણાશ્રમની વિરુદ્ધ સખત વાંધો જૈન ધર્મને છે. એને આખો ઇતિહાસ વર્ણને તોડનાર છે. એમાં મહાવીર પરમાત્માના ગંર્ભસંક્રમણમાં મહાન રહસ્ય છે એ પ્રાચીન સમજ્યા નહિ. જે જૈને એક બંધુભાવે રહેવા જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy