SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ - - - -- - - ---- ----- - - પ્રકરણ ૧૧ મું ૧૨૫ આખી પ્રથા મૂળથી નાબૂદ થઈ જશે. મંદિર શાંતિનાં સ્થાન થઈ જશે અને વિતરાગ દશા કેવી હોઈ શકે એનાં એ જીવતાં દષ્ટાંતે થઈ પડશે. પૂજન કરનારાઓને માથે તે બેજે કે ફરજ હોય એ ખ્યાલ નહિ થાય, પણ સ્વેચ્છા ઉપર તે બાબત છેડતાં પૂજન મહિમા વધશે અને દેખાવ કરતાં હદયંગત થશે. મહાપૂજાઓ: થશે તે તેમાં તાલબદ્ધતા અને માનસવિઘાને અભ્યાસ જોઈ શકાય તે અભિનવ આકાર તે લેશે. પૂજન કરનારમાં ગંભીરતા ઘણી આવી જશે અને મંદિર એ સ્વર્ગનાં સોપાન છે એવી ભાવના વધવા સાથે એનું સૌનું ગૌરવ વધશે. મંદિરમાં ધ્યાન કેમ થાય, મુદ્રાઓ કેમ થાય, એનાં મૂળ કારણે અને હેતુઓ શાં છે, તેના પર મંદિરની આસપાસના ખુલ્લા ભાગમાં લાક્ષણિક પાઠ આપવામાં આવશે. તે સંબંધી સાહિત્ય ભાષણ અને પુસ્તકપ્રચાર ખૂબ વધતા જશે અને આશાતના આદિના સ્વરૂપે મૂળ મુદ્દાને અનુસરીને સુઘડતા આરોગ્ય અને સ્વચ્છતાના ધેરણ ઉપર એવી સુંદર રીતે મૂકવામાં આવશે કે એ બેજા રૂપ ન લાગતાં જનતા એને માનથી–પ્રેમથી–ગૌરવથી વધાવી લેશે. તીર્થસ્થાને તીર્થસ્થાનેને મહિમા વધશે, પણ તીર્થો ઝઘડાનું રૂ૫ નહિ લે. ત્યાં જે જૈન આવે તે પૂજા કરી શકશે. એણે કયા વિધિ પ્રમાણે પૂજન કરવું તે પ્રત્યેકની ઈચ્છા ઉપર છેડવામાં આવશે અને જનતામાં પરસ્પરની તરફ માન અને સભ્યતાના આદર્શો એટલા વધી જશે કે એકબીજાને કચવાટ ન થાય તેમ રસ્તાઓ કરી લેશે. ઉદારતા જ્યારે વિચારમાર્ગમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy