SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ નવયુગને જૈન અત્યારે એ લીલામખાનાં થઈ ગયાં છે તે સ્થિતિ દૂર થઈ જશે. મંદિરમાં કોઈ સ્થાને શાંતિ નહિ એ સ્થિતિ બંધ થશે. ખ્રિસ્તી પ્રજાના વિશાળ દેવળ જેવી શાંતિ મંદિરમાં પ્રવર્તશે. બેટી ધામધૂમ અને શાંતિ વગરની પડાપડને બદલે પૂજનને અંતર આશય સમજવામાં આવશે અને મંદિરે ભવ્ય દેવસ્થાન બનશે. મંદિર માટે અનર્ગળ દ્રવ્યસંચય કરવામાં આવશે નહિ. મંદિર નિર્વાહ પૂરતી આવક જેટલું દ્રવ્ય એકઠું થયા પછી વધારાની સર્વ આવક મંદિરે દ્ધાર અને જરૂર હોય તેવાં સ્થાનકે મંદિર સ્થાપવામાં વાપરવાની રીત સ્વીકારવામાં આવશે. મંદિરના વહીવટદારે પિતાને શેઠ નહિ માને, પણ સેવક માનશે. પૂજન અને ધ્યાન મંદિરમાં સ્વચ્છતા ઘણું વધારે થશે. નહાવાનાં સ્થાને વ્યવસ્થિત સુઘડ અને સગવડવાળાં થશે. પૂજનમાં આડંબર કરતાં સાદાઈ આવશે. આંગી અને અલંકારે વીતરાગભાવને વિરોધી લાગશે. પ્રભુ—શરીરને–મૂર્તિને ભગવાનના આદર્શ બનાવવાની રીતિને વધારે વધારે પ્રસાર થતે જશે. વિવેક વગરની અતિ પૂજાઓ જેમાં પુષ્પ ફળ આદિમાં જીવ છે કે નહિ એવી શંકા થઈ જાય તેવો અતિરેક છે થશે. પુષ્પપૂજા શાસ્ત્રોક્ત પદ્ધતિએ અને વિવેકસર થશે. પુષ્પને કલામના ન થાય તે માટે ઉપયોગ થશે. ટૂંકમાં આસ્થા, પ્રેમ અને ભક્તિ વધશે, પણ દરેકમાં વિવેક દેખાશે. શાંતિ એટલી બધી જળવાશે કે ધ્યાન વિદ્યા કરનાર ઘંટાઓ અમુક આરાત્રિક વખતે જ વગાડવાના નિયમો રચાશે. મંદિરનિર્વાહની ફરજ પ્રજાને માથે પડશે તેને તે અતિ આનંદપૂર્વક વધાવી લેશે. અત્યારે શ્રુતિકટુ સ્વરે ઘીની ઉછામણી થાય છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy