SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ નવયુગને જૈન સંબંધ નહિ રાખે, અવારનવાર વસ્તીમાં આવી એ ખેરાક લઈ જશે, પણ એ જરાયે જિહાસ્વાદુ નહિ હોય. લેકથી દૂર રહી એ ચેતનરામને ધપાવશે. અનેક મુદ્દાઓને એ જમાવશે, મહા તપ કરશે અને સંસાર તરફ જોશે પણ નહિ. એને જોતાં આનંદઘનજી કેવા થયા હશે તેને તે સહજ ખ્યાલ આપશે. એને વસ્ત્રપાત્રની કે વસ્તીની પરવા રહેશે નહિ. એ તે આ વખત અંતરાત્મામાં રમણ કરવામાં જ માનશે અને સંસારથી તદ્દન અલિપ્ત રહી એ કોઈ જાતના વ્યવહારમાં પડશે નહિ. એ ઉપરાંત સંસારના ખરા ત્યાગી પણ સેવાભાવી એવા પણ કેટલાક સાધુઓ થશે, જેઓ તત્ત્વજ્ઞાનીની સહાયમાં રહેશે અને સેવા કરવામાં સાધનેને એકઠાં કરવામાં સમય ગાળશે. સંખ્યા નાની પણ સાધક આ પ્રકારની સામાન્ય પરિસ્થિતિ નવયુગના સાધુની થશે. એની સંખ્યા નાની હશે તે પણ એની આત્મવિભૂતિ તેજસ્વી અને જાજ્વલ્યમાન હોઈ સમાજ એના તરફ પૂજ્યભાવ રેડશે. બાકી ખટપટ કરનારા અને સાધુતાને દુકાનદારી સમજનારાને કઈ સ્થાન નહિ રહે. આખા સમાજને વિના કારણ પગભર રાખનાર વાદવિવાદના ઝઘડા ખડા કરનાર અને સુંઠને ગાંગડે ગાંધી થઈ બેઠેલાને નવયુગમાં સાધુસ્થાન નહિ રહે. જેને સાચું સ્થાન પ્રાપ્ત થશે તે આદર્શ સાધુતા પ્રાપ્ત કરશે અને માત્ર વેશથી ચલાવ્યું જનારને માન કે પોષણ મળવું અશક્ય થઈ પડશે. પ્રકાશને લાભ લેનારી પ્રજા આગળ ગોટા વાળવાથી કાંઈ વળશે નહિ અને ઉપાશ્રયોને ઝઘડાસ્થાન કરનારાઓના કેઈ ભાવ પૂછશે નહિ એટલે એ વર્ગ ધીમે ધીમે ઓસરી જશે અને અંતે આથમી જશે. સાવાભાસનું સ્થાન આદર્શ સાધુઓ લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy