SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ મું ૧૧૩ • w - - - - - * * ખાનપાનમાં તેણે તદન સાદાઈ રાખવી પડશે. દરરોજ કેટલી વસ્તુ ખાવી તેની સંખ્યાને સવારથી નિર્ણય કરવો પડશે. દ્રવ્યગણના (ખાદ્યપદાર્થને અંગે) કરવી પડશે. પિતાથી શું શું કાર્ય બની શક્યું તેની વિગતવાર રજનિશી રાખવી પડશે. તેનાં સેવાકાર્યની પ્રત્યેક દિવસની ગણના ઉપરાંત સ્થૂળ કે માનસિક જે કાંઈ અલના થઈ હશે તેની વિગતવાર નેધ રાખવી પડશે. તેનું વર્તન આદર્શમય, દેવગુરૂ ધર્મ તરફ સમજણપૂર્વકની શ્રદ્ધા અને ત્યાગ ગૃહસ્થ કરતાં ઘણું વધારે રાખવા પડશે. એણે રાત્રિભોજનને ત્યાગ કરે પડશે. સત્ય, અહિંસા અને અસ્તેય એણે ખાસ જાળવવાં પડશે. એણે દરરોજ સ્થળ કે માનસિક પૂજન અથવા ધ્યાન અથવા બન્ને એક કલાક અવશ્ય કરવાં પડશે, માત્ર જ્યારે તેના સેવાક્ષેત્રમાં તેની આખા વખતની હાજરીની જરૂર હોય અને તેને અવકાશ મળી શકે તેમ નહિ જ હોય ત્યારે તે પોતાની જાતને છેતર્યા સિવાય આ બાબતમાં અપવાદ કરી શકશે અને અપવાદ કરશે તે તેની નોંધ કારણ સાથે નિત્યનિશીમાં પિતાને હાથે રાખશે. એણે પિતાને આખો વખત સેવા માટે અર્પણ કરવો પડશે અને તેને જ્યારે સેવાકાર્ય માટે આ ન કરવામાં આવે ત્યારે તરત જવું પડશે અને બાકી પિતાને માટે યોગ્ય સેવાક્ષેત્ર શોધી તેની યોગ્ય સાધના કરવામાં તે સમયને ઉપયોગ કરશે. કોઈ પણ સજ્ઞાન માણસ યોગ્ય અભ્યાસ કર્યા પછી આ સેવા સત્રમાં દાખલ થઈ શકશે અને અતિ વિશિષ્ટ ઉચ્ચ જીવન વહન કરવું પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy