SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ મું સાધુસાધ્વી –મધ્યમકક્ષા ધર્મ સંબંધી વિચાર કરતાં સાધુઓનાં સ્થાન તરફ પ્રથમ વિચાર જાય તે રવાભાવિક છે. જૈન દર્શનની વિશેષતા એ છે કે એણે સાધુનું ચિત્ર અદ્ભુત ચીતર્યું છે. કંચનને સર્વથા ત્યાગ કરવો અને સ્ત્રીસંસર્ગ (સ્ત્રીઓએ પુરુષસંસર્ગ) સીધી કે આડકતરી રીતે કરે નહિ એ બે મુદ્દાને જ બરાબર લક્ષ્યમાં રાખવામાં આવે તે સાધુની વિશિષ્ટતાને સાચે ખ્યાલ આવ્યા વગર રહે તેમ નથી. અન્યની સાથે સરખામણી કરી કેઈને ઉતારી પાડવાની ઈચ્છા નથી, પણ વિરાધના જરા પણ ભય વગર કહી શકાય તેમ છે કે સાધુને–ત્યાગને જે આદર્શ જૈન ધર્મે આલેખ્યો છે તે અપ્રતિમય છે, અન્યત્ર કોઈ પણ સ્થાનકે એટલા ઉચ્ચ સ્થાને અપ્રાપ્ય છે અને મનુષ્યમાનસના અતિ ઉચ્ચ અભ્યાસ અને બારીક અવલોકનને પરિણામે ગોઠવેલી ત્યાગની ઉચ્ચ દશાને એ રજૂ કરે છે. જૈનદર્શનને આદર્શ ત્યાગને છે. એના એકેએક વ્રતની વિચારણામાં, ભાવનામાં, સંવ્યવહારમાં ત્યાગ ઝળહળી રહે છે. સર્વથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy