SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ નવયુગને જૈન સેવાઓ અત્યંતર તપની કટિમાં આવે છે એમ નવયુગ સમજાવવાનો પ્રયત્ન કરશે અને તે માટે પ્રમાણે રજુ કરશે. - પ્રાયશ્ચિત્તની બાબત તદ્દન અભિનવ વલણ લેશે. જાહેરમાં ક્ષમા માગવા જેવી સરળતા બહુ થેડામાં આવશે, પણ આવશે ત્યાં તે આશ્ચર્ય ઉત્પન્ન કરશે. પ્રાચીન પદ્ધતિએ પ્રાયશ્ચિત્ત લેવાની રીત ભાગ્યે જ ચાલુ રહી શકશે. યેગને અભ્યાસ વધશે. ધ્યાનને આ વિષય તદ્દન નવીન આકાર લેશે. એને અંગે શોધખોળ ખૂબ થશે. એ લગભગ ભૂલાઈ ગયેલે વિષ પ્રતિપાદન કરતાં જરા વખત લાગશે. પણ અંતે તે અસલ સ્થાને વ્યવહારૂ રૂપે અને પ્રાગતિક આકારે આવિર્ભાવ પામશે. ગના માર્ગો, મુદ્રાઓ, આસને આદિ નવ રૂપ લેશે અને એમાં પ્રાચીન પદ્ધતિને મૂળ સિંહાસન પર સ્થાપન કરવામાં આવશે. આ વિષયમાં રસ લેનારની સંખ્યા ઉત્તરોત્તર વધતી જશે. તદન લુપ્તપ્રાય થઈ ગયેલા યુગના વિષયને નવયુગ પુનરૂદ્ધાર કરશે. કાયોત્સર્ગ તરફ રુચિ વધશે અને તેને સમજી જાણી તેને યોગના એક પ્રકારમાં સમાવેશ કરવામાં આવશે. આવી રીતે અહિંસા, સંયમ અને તપને અંગે નવયુગમાં ઘટના થશે, એના અવાંતર ભેદે અને પ્રકારે અનેક છે, આવિર્ભાવ પાર વગરના છે. સર્વને ચર્ચવાનું અસંભવિત છે. અદાઓ ચર્ચાયા છે. બાકી એ મદા અનસાર નાની મોટી અનેક બાબતો થશે એટલું જણાવી ધર્મનાં બીજાં અંગે તરફ જઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy