SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન w ત્યાગને આદર્શ દૃષ્ટિ સમીપ રાખી મધ્યમ ત્યાગ પણ બતાવ્યો છે અને એ પણ ન સ્વીકારી શકે તેને માટે અલ્પ ત્યાગની રચનાઓ કરી છે. પણ એને આખે નૈતિક વિભાગ બારીકીથી જોતાં ત્યાગની ભાવનાને પોષણ એક યા બીજે રૂપે અપાયેલું જોવામાં આવશે. આથી ઘરસંસારનો ત્યાગ કરી સ્ત્રીપુત્ર કે સગાંસંબંધીને તજી દઈ ધન માલમિલ્કત અને સર્વ સંબંધને દૂર કરી અંતર વૃત્તિથી તેના ઉપર વિરાગ લાવી સર્વ સંબંધ અને વસ્તુઓનો અનિત્ય ભાવ વિચારી એને ત્યાગ કરવા ઉપદેશ કર્યો. એની સાથે સાધુધર્મનું પાલન કરવા સારુ અને ત્યાગને તેની પરાકાષ્ટાએ લઈ જવા શરીરનું પિષણ ન કરવા ફરમાવ્યું. શરીર માત્ર ધર્મ સાધનનું નિમિત્ત છે તેથી તેને ભાડું આપવા પૂરતું ખાવુંપીવું અને તે પણ સ્વાદથી, પ્રેમથી, ગૃદ્ધિથી નહિ, પણ માત્ર શરીર નભાવવા ખાતર જ ખાવાપીવાને ઉપદેશ કર્યો. એની સાથે ભોજન અને પાનના એવા આકરા નિયમો બતાવ્યા કે એને અમલ સર્વથા ભારે મુશ્કેલ દેખાય તેવું લાગે. આ આદર્શ ત્યાગ પર રચાયેલે હેઈ ચમત્કાર ઉપજાવે તે છે અને હૃદયને નમાવી દે તેવો છે. એ ઉત્તમ આદર્શમાં માત્ર સ્થળ ત્યાગની વાત જ નથી. તેમાં અંતરંગ મનોવિકારેને બારીક અભ્યાસ અને તે પર વિજય મેળવવાના સર્વ રસ્તાઓ રજૂ કર્યા છે. જૈન યતિ એટલે ક્ષમાવાન, નિરભિમાની, સરળ, નિષ્પરિગ્રહી, બ્રહ્મચારી, અસૂયા વગરને, દ્વેષ વગરનો, મારાતારાની ગણના વગરને, નિંદાને માર્ગે પણું ન જનાર, પારકી પંચાત નહિ કરનારે, પિતાના અભ્યાસક્રિયામાં પ્રવૃત્ત, જ્ઞાનક્રિયાને મેળ મેળવનાર અને આદર્શ ચારિત્રવાન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy