SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- ૯૮ નવયુગને જૈન બેલવા અને સત્ય સિવાય કંઈ નહિ બોલવાની ભાવના કરશે. જૈનથી અસત્યના પાયા ઉપર વ્યાપાર કે ધંધો થાય જ નહિ એવી તેની માન્યતા રહેશે અને તે માન્યતાને તે સક્રિય રૂપ આપશે. અચૌર્યવ્રત સત્યની પેઠે તે ખૂબ બહલાવશે. જે વસ્તુ પર પિતાનો હક્ક ન હોય તે ધણીની પરવાનગી સિવાય લેવાય નહિ એ તે સામાન્ય વાત થઈ, પણ તે ઉપરાંત બેટી સુચનાથી, સફતથી, દંભથી, પારકા પૈસા પડાવી લેવાની બાબતને પણ આ વ્રત નીચે ત્યાજ્ય ગણશે. બેટાં માપ, બેટે તેલ, માલમાં ભેળસેળ–આ સર્વ ત્યાજ્ય ગણી તે રીતે પેટ ભરવાની કે ધન એકઠું કરવાની તેની વૃત્તિ નહિ થાય. - બ્રહ્મચર્ય વ્રતની બાબતમાં સ્ત્રીપુરુષને મળવાના પ્રસંગે વધશે અને અંતર ઘટશે. લાજ કાઢવાનો રિવાજ જંગલી ગણાશે અને સ્ત્રીઓ સ્વતંત્રતા મેળવશે, છતાં જાતીય પવિત્રતા અત્યારના કરતાં વધારે પ્રગટશે. એ નવયુગને જૈન સ્ત્રીઓ સાથે મળી કામ કરશે, છતાં મર્યાદામાં રહી શકશે. બ્રહ્મચર્ય સંબંધી તેના વિચારો વધારે મક્કમ થશે અને એકંદરે સ્વદારા સંતોષની ભાવના પિષાશે. એ ઉપરાંત સેવાભાવી વર્ગ એ પણ નીકળશે જે લગ્નગ્રંથીમાં જોડાવાથી સેવાભાવને ખલેલ પહોંચતી માનશે અને તે વર્ગ દીર્ઘ કાળ સુધી અથવા આજીવન અખંડ બ્રહ્મચર્ય પણ સ્વીકારશે. સ્ત્રી જાતિની સત્કીર્તિ વધશે અને તેને સ્વાતંત્ર્ય મળવા છતાં તે ઉદ્ધત ઉÚખલ કે વિષયી ન બનતાં તે સ્ત્રીપદને ગૌરન્વાન્વિત કરનાર થશે. આ સ્થિતિ આવવા પહેલાં થોડો વખત એક કાળી લીટીને ઉલ્લંઘન કરવી પડશે જ્યારે સ્ત્રીસ્વાતંત્ર્યની પદ્ધતિ સામે છેડે વખત પોકાર થશે, પણ અંતે તે સર્વ વ્યવસ્થિત થઈ જશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy