SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮મું ગુણ પર લખવાથી અનેક બાબતને એમાં સમાવેશ થઈ ગયો અને હવે પછી લખવાનાં અનેક શિર્ષકેને આમાં સીધી અથવા આડકતરી રીતે સ્થાન મળી ગયું. સંયમમાર્ગના પ્રથમ પગથિયે નવયુગનો જૈન પિતાના સ્થાનને આ પ્રમાણે નિર્ણય કરશે. સંયમના માર્ગો અનેક છે. જે વસ્તુ પિતાને પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે વિષયને ત્યાગ સમજીને કરવો તે “સંયમ' કહેવાય છે. અશક્ય વસ્તુના ત્યાગને પણ સ્વીકૃત ગણ્યો છે તે કદાચિત્ક અને સંગવશાત છે. નવયુગને જૈન બાર વતેને અંગે સંયમપૂર્વક કાર્ય કરશે. નવયુગના જૈનનાં બાર વ્રત પ્રાણાતિપાત વિરમણની ઘણીખરી હકીકત અહિંસાની ચર્ચામાં ઉપર થઈ ગઈ છે. વ્યવહારમાં શક્ય હશે તેટલી અહિંસા એ જરૂર સ્વીકારશે. પાણી ગળવાની, અનાજ શોધવાની નાની નાની બાબતમાં એ અહિંસા અને આરોગ્ય અને દૃષ્ટિએ જોશે. એની અહિંસા વ્યવહારુ રૂપ ઘણું લેશે. એ જીવવધને અટકાવવા સારુ મહાન યોજનાઓ કરશે અને અહિંસાને જગદ્ગદ્ય સિદ્ધાંત તરીકે રજૂ કરશે. સ્થળ હિંસાને તે ત્યાગ કરશે એટલું જ નહિ, પણ માનસિક ક્ષેત્રમાં વિના પ્રોજન અન્યની લાગણી દુઃખાવવાની બાબતને પણ હિંસાની કોટિમાં લાવશે. એ પરદ્રોહ, અસૂયા, નિંદા, કલહ, અભ્યાખ્યાન આદિ અંતર વિકારને પણ આ વ્રતની નીચે લઈ આવશે અને તેને બનો ત્યાગ કરવા પ્રવૃત્તિ કરશે, ચર્ચા કરશે અને તે સંબંધી પ્રચારકાર્ય પણ કરશે. બીજા મૃષાવાદ વ્રતને અંગે તે ખૂબ ચક્કસ થશે. અસત્ય ભાષણ કે સૂચવન માટે તેને ધૃણા થશે. તે જૂઠી સાક્ષી આપવાથી કે બેટા દસ્તાવેજો બનાવવાના કાર્યથી દૂર રહેશે. તે સર્વ સત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy