SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮સુ લગ્ન કૈાની સાથે કરવાં, ક્યારે કરવાં તે સંબંધી તેના વિચારો ખૂબ સ્વતંત્ર રહેશે, લગ્નનું આખું પ્રકરણ આગળ વિચારવાનુ છે. તે જ્ઞાતિભેદને માનશે નહિ. પ્રેમલગ્નને પસંદગીથી કરવામાં જ માનશે અને એને અંગે કૃત્રિમ બંધનેામાં તે માનશે નહિ. લગ્ન સબંધી એક સારા જેવા ભાગ તદ્દન ખેદરકારી બતાવશે અને કૌમાય ત્રત—ઋદાચ પાળવામાં જીવનનું સાય માનશે. આ પ્રસંગ પર આગળ ઘણું વક્તવ્ય થવાનું છે ત્યાં તે જોઈ લેવું. (૩) ૧૫ પાપભીરૂ તે ખૂબ રહેશે અને ઝીણવટથી પાપને ઓળખશે અને તેનાથી ડરીને નહિ, પણ ફરજ સમજીને તેનાથી દૂર રહેશે. (૪) પ્રસિદ્ધ દેશાચારના સંબંધમાં એ ખૂબ છૂટ લેશે. અવ્યવસ્થિત આચારને એ માનશે નહિ. એ બાબતને એ સંયમના પેટા નીચે નહિ ગણે. એને આચારભેદ વિશેષ સ્વચ્છંદતા માટે નહિ હાય, પણ અનેક આચારા આ કાળને પ્રતિકૂળ અથવા બીનજરૂરી તેને લાગશે માટે તેના ઉપર પગ મૂકવામાં તે જરા પણ ક્ષેાભ નહિ પામે. (૫) તે કાઈના અવર્ણવાદ નહિ ખેાલે, પણ રાજ્ય અને અધિકારીવગ સામે એ ખૂબ માથું ઊંચકશે. એને રાજસત્તા માત્ર સ્વાર્થી ત્રાસ આપનારી અને સ્વતંત્રતાની વિરાધક લાગશે. રાજ્યસત્તાને તાડી ઉખેડી ફેંકી દેવા ખાતર તે અનેક પ્રકારના ભાગ આપશે અને તેમ કરવામાં તે સંયમમાની પોષણા સમજશે. અવર્ણવાદમાં જાહેર ટીકા આવી જાય છે એમ ટીકાના અ વિચારતાં બેસે છે. એ નિંદાની ખાતર ટીકા નહિ કરે પણ જાહેર હિત ખાતર કરશે. (૬) પેાતાને રહેવા માટે કેવું ઘર બાંધવું અથવા પસંદ કરવું અને ત્યાં આરાગ્યના નિયમો કેવી રીતે જાળવવા તે પોતે શેાધી લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy