________________
ચૈત્યવંદન મહાભાષ્ય–અથોત કે સૂચન માત્ર કરે તે સૂત્ર કહેવાય છે પરંતુ તે સૂત્રને વાસ્તવિક અર્થ તો આચરણાથી જ જાણી શકાય છે. શિષ્ય અને આચાર્યના ક્રમવડે શિલ્પશાસે જણાય છે. સૂત્રના અભાવે બહુશ્રુતના કમથી ચાલી આવેલી આચરણ માન્ય કરાય છે. જેમ દીપક ઓલવાઈ ગયેલો હોય તો પણ સારી દષ્ટિવાળા માણસે જેએલી વસ્તુને જાણી શકાય છે.
આચરણ એ સૂત્ર તુલ્ય છે –
तम्हा अनायमूला हींसारहिया सुहमाण जणणीय, सूरिपरंपरपत्ता सुतव्व पमाणमायरणा ॥२५॥
ચૈત્યવંદન મહાભાષ્ય–અથત તે જ કારણ માટે આ પ્રવૃત્તિ કાણે ચલાવી છે તેના મૂળ પુરુષની ખબર ન હોય અને હિંસારહિત શુભ ધ્યાનને ઉત્પન્ન કરવાવાળી આચાર્યોની પરંપરાથી ચાલી આવેલી આચરણ સૂત્રની માફક જ પ્રમાણભૂત જ છે.
ચૈત્યવંદન મહાભાષ્યની આ ગાથાઓથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે સૂત્રમાં કોઈ પણ વસ્તુ વિસ્તારપૂર્વક કહેલી નથી. તેમાં તે સૂચન માત્ર છે. વિશેષ જે કાંઈ જાણી શકાય છે તે તો પૂર્વ મહાપુરુષોની આચારણાધારા જ જાણું શકાય છે. એમાં લેશ માત્ર પણ શંકાને સ્થાન નથી. સૂત્રના ઉપર ભાષ્ય, ચૂર્ણ આદિ લખાયા તે પણ આચરણથી જ લખાયાં છે. સૂત્ર તે દશ પૂર્વધરના લખેલાં જ માન્ય છે, તેથી ઓછું જ્ઞાન ધરાવનારે આચરણું આદિ જોઈને તેના પર ભાષ્યાદિ રચેલ છે. એટલે નિર્વેવ એવી પૂર્વ પ્રવૃત્તિને નહિ માનતા તેનું ખંડન કરવું એ સુજ્ઞ જનનું કર્તવ્ય નથી જ.
સંસારવૃદ્ધિને ભય જેઓને ન હોય તેવી જ વ્યક્તિ આવી સત્ય સનાતન અને આચારણસિહ વસ્તુને વિરોધ કરે.' બાકી જેઓને સંસાર પર વાસ્તવિક નિર્વેદ ઉત્પન્ન થયે તે પુરુષ કદાગ્રહથી પ્રસિત બની સત્ય પ્રવૃત્તિને વિરોધ કરી પિતે વિરાધક બને જ નહી.
કોઈ વસ્તુની કારણવશાત્ આચરણ ન થાય તે અલગ વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com