________________
જવાબમાં ચોવીસ કલાક મુહપત્તિ બાંધનાર સ્થાનકવાસી વર્ગ તેમાંથી આગમોઠારાએ જાણેલી સત્ય વસ્તુને અમલમાં મૂકવા તેઓએ
જ્યારે સત્ય વસ્તુના પ્રતાપે સ્થાનકવાસી પંથને ત્યજી સંવેગી પક્ષ રવીકાર્યો. તે તેમાં પણ પૂર્વાચાર્યોના સંશોધનથી, પરાપૂર્વથી આવેલી સત્ય વસ્તુને અમલમાં મૂકવી તે આત્માર્થી છની ફરજ છે. સત્ય વસ્તુને માટે આખા સ્થાનકવાસી સંપ્રદાયને છોડી સંવેગી બનાય તે આ વ્યાખ્યાનાદિમાં મુહપત્તિ બાંધવાની સત્ય વસ્તુને સ્વીકારાય તેમાં આશ્ચર્ય શું ?
તીર્થકરની પૂજાવિધિમાં પણ મુખકેશ બાંધવાનું વિધાનપ્રતિપાદન કરલું છે, તેમ વ્યાખ્યાનાદિમાં મુહપત્તિનું બંધન વિધિપ્રતિપાદન સ્વીકારવું પડશે. કારણ મુખકેશબંધનથી જિનેશ્વર પ્રભુની આશાતના દૂર કરાય તેમ મુહપતિ બાંધવાથી જિનેશ્વર પ્રભુના આગમોની આશાતના દૂર કરાય. આ બંને વસ્તુઓ આશાતનાને નાબુદ કરવા સ્વીકારાય તેમાં શું આશ્ચર્યા? અસ્તુ.
સં. ૧૯૯૦ અસાડ સુદ ૧૫ ગુરૂવાર તા. ૨૬-૭–૩૪ વર્ષ બીજું અંક ૨૦, સમાલોચનાના પ્રકરણમાં પ્રથમ ઉન્ન કરનાર હેવાથી તે નીચે પ્રમાણે છે.
પ્રશ્નો
(૧) લાંબા તાડપત્ર ઉપરથી વ્યાખ્યાન વાંચવા વખતે પૂર્વપુરુષોએ મુહપત્તિ બાંધી, અને તે એક હાથે પાનાં વંચાય તેવી પ્રતોના વખતમાં ચાલુ રહી, પણ તે નીકળી જવી યોગ્ય હોઈ નીકળી ગઈ છે એમ માનવું શું ખોટું છે?
(૨) ચર્ચાસારના ત્રણે ફોટા ઓઠ મુહુપત્તિના છે માટે તે કપિત છે અને જૂઠા હોઈ લેખક અને પ્રકાશકને નુકશાન કરવા સાથે ધર્મને હાનિ કરનાર છે.
(૩) પ્રદર્શનમાં સેંકડો પ્રતેમાં હજારે ચિત્ર વ્યાખ્યાન પ્રસંગમાં હતાં ને તેમાં એકેમાં મુહપત્તિ બંધન ન હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com