________________
પ્રકરણ ૪ થું. રાણા રતનસિંહનું વૃત્તાંત. રાજ્યાભિષેક અને વિચિત્ર ઘટનાએ.
વિક્રમ સં. ૧૫૮૪. ઈ. સને ૧૫૨૮.
રાણાશ્રી રત્નસિંહને રાજ્યભિષેક ઘણો જ આનંદ અને ધામધુક પૂર્વક થયો, અને રાણાને સ્વભાવ ઘણે ગંભીર, માયાળુ, સાહસીક અને શુરવીર હતા. તેમાં પોતાના પિતાના ગુણે વારસામાં ઉતર્યા હતા. પણ તેઓ મેવાડની ગાદી ઉપર ઝાઝ વખત ટકી ન શક્યા. કારણ કે તેઓના હાથે એક એવું કામ થયું હતું કે જેથી કલેશ અને વૈરનું વાતાવરણ ઉભું થયું હતું. રાજાએ જ્યારે ભાન ભુલે છે, ત્યારે સમય સમજ્યા વગર એની ભુલ કરી બેસે છે, કે તેમની સાધારણ ભુલથી સારી પ્રજાને નાશ અને કીતિને પણ નાશ કરે છે. રાણું રત્નસિંહે અંબરના રાજા પૃથ્વીરાજની પુત્રી સાથે છાનો માનો વિવાહ કર્યો હતે. કન્યાની યોગ્ય ઉંમર થતાં તેના પિતા પૃથ્વીરાજે તેને વિવાહ બુંદીના રાજા સૂરજમલ (હાડા)ની સાથે નક્કી કર્યો. તે વખતે બાળાએ શરમથી પિતાને વિવાહ થયે છે તેવી વાત પોતાના પિતાને કરી નહીં આથી કેઈએ તેના બીજીવારના વિવાહમાં પ્રતિરોધ કર્યો નહીં. પરંતુ થોડા જ સમયમાં આ વિવાહ એક અનર્થનો મુળ થઈ પડશે. આ વિવાહની વાત સાંભળી રાણુ રત્નસિંહને વ્રજ જેવો ઘા લાગે, અને પોતે સૂરજમલ હાડા ઉપર કોધે ભરાયા. પણ ત્યાં વધીએ જુદી જ ઘટના ઘડેલી હતી, પિતાની બેનને વિવાહ પણ સૂરજમલની સાથેજ કર્યો હતો. પણ રાણાએ સાળા-બનેવિને સંબંધ તોડી નાંખ્યો અને ઘણું જ આવેશમાં આવી વૈર લેવાનો નિશ્ચય કર્યો. વસંતઋતુમાં મૃગયા રમવાને એત્સવ આવતાં તેમને આ વૈર લેવાની સારી તક મળી હતી. તે વખતે બુદીરાજા સૂરજમલ હાડા પણ તેમની સાથે હતા. બુંદીના હાડા લેકે મેવાડની પૂર્વે આવેલા પહાડી પ્રદેશમાં રહેતા હતા. તેમનું રાજય મેવાડના તાબામાં ન હતું. છતાં હાડાને સવામી મેવાડના રાણાની પૂજા કરતો હતે. બુંદીને (રાજા) અધિપતિ યુદ્ધમાં રાજયનું ચિન્હ ધરાવીને આવતે હતા. અને મેવાડના માટે પ્રાણાંતે લડતા હતા. તે વખતે યવનવીર શાહબુદ્દીનના પ્રચંડ આક્રમણને પ્રતિરોધ કરવા માટે હાડાવશે અણુમેલ આત્મભોગ આપ્યા હતે. હાડાવંશના યુદ્ધવિશારદ હમીરે પણ ભારતભૂમિ માટે પોતાના પ્રાણુને ભાગ આપ્યો હતો. અને ગિફલતકુળની સાથે હમીરના વંશજેને ગાઢ સંબંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com