________________
ચીત્રકૂટ (ચિત્તોડ) બુહ યા ખિમરૂષિને પરિચય થયે, રૂષિજી વિદાય થતાં, કૃષ્ણ પણ તેની પાછળ પાછળ ગયે અને રૂષિજીને પૂછયું કે –
મહારાજ મારું આયુષ્ય કેટલું છે, ત્યારે કૃષિજી બોલ્યા-કે તારું આયુષ્ય છ મહિનાનું છે. કૃષ્ણ પિતાનું ટુંક આયુષ્ય જાણી, તેને રૂષિજી પાસે દિક્ષા અંગિકાર કરી તેનું નામ કુરણ રૂષિ પાડયું. કૃણું રૂષિની દિક્ષા વખતે દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી હતી, અહીં કૃષ્ણ રૂષિ છ મહિનાની દિક્ષા પાળી સવ સિધાવ્યા. તે પછી ખિમ રૂષિ બીજો અભિગ્રહ નીચે પ્રમાણે ધર્યો.
સિંધુલ રાજાને મદમાં આવેલ હાથી, ગઢ મકાને ને પાડતે પિતાની સુંઢ વડે પાંચ મેક (લાડવા) વહેરાવે તે પારણું થાય.
રૂષિજીને આ અભિગ્રહને પાંચ મહિના અને અઢાર દિવસના ઉપવાસ થયા. તે વઅતે સિંધુલરાજાને હાથી સાંકળ તેડી ગામમાં ના જતે હતે. જેવી ખિમષિજીની દષ્ટિ પડી કે તરત જ તેને કદઈના સૂના હાટમાંથી પાંચ મોદક લઈ લાંબી સૂંઢ વતી રૂષિજીને આપ્યા, અને તરત જ હાથીને મદ ઉતરી ગયો અને તે હાથીને ફરી તેના સ્થાન પર સાંકળે બાંધવામાં આવ્યો. એક હાથી જેવા પશુએ રૂષિને દાન કરી શાતિ પ્રાપ્ત કરી. આ જોઈ લેકો આશ્ચર્ય પામ્યા અને ઘણાં લોકોએ ધર્મ પ્રાપ્ત કર્યો. આ અભિગ્રહનું પારણું કરી તરત જ ત્રીજો અભિગ્રહ રૂષિજીએ નીચે પ્રમાણે ધર્યો.
સાસુથી પ્રચંડ કવેશ કરતી વિધવા બ્રાહાણી ગામની વચમાં પૂરણપોળી આપે તે જ પારણું થાય.
આવા અવસરમાં સાસુથી દુઃખી થએલી એક વિધવા બ્રાહ્મણ નગરીથી નીકળી વનમાં ફરતી હતી તે વખતે, કાષ્ટ ભરવા માટે એક વિપ્ર ત્યાં આવ્યો. તેને સૂના વનમાં આ બાઈને એકલી જોઈ. તેથી તેને દયા આવવાથી તે ભૂખી હશે તેમ ધારી તેને પૂરણપોળી આપી, તેજ વખતે આ બાઈએ ગિરિથી ઉતરતા રૂષિજીને જેયા, તેથી તેને ભાવ આવ્યો કે સંત સાધુને વહેરાવવાથી સરસ ઘણે લાભ થાય છે તેમ જાણી તેને ગુરૂમહારાજને પૂરણપોળી વહોરાવી, તેજ વખતે આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, તે પારણું કર્યા પછી. ચા અભિગ્રહ નીચે પ્રમાણે ધર્યો.
કાલી ખુંધવા, છે, અને છથી રહિત એવો સાંઢ. પિતાના સીવડા વતી ગોળ આપે તેજ પારણું થાય.
એક વખત સિંધુલરાજાની ધાર (ધારા) નગરીનાં ઉપર કહ્યા પ્રમાણેનો મહથી ભરેલે સાંઢ ગામમાં ભટકતું હતું. તેણે રૂષિજીને જોયા, રૂષિજીને જોઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com