________________
૧૦
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
કે તેઓને પિત પિતાના ભવિષ્યનું પણ ભાન રહેતું નથી. સંગ અને પૃથ્વીરાજની માતા ઝાલાવંશની હતી. અને જ્યદેવ સાવકે ભાઈ હતો. પણ સંગ અને પૃથ્વીરાજ એટલા બધા શૂરવીર હતા કે તેમની શૂરવિરતાની વાત જ્યારે મેવાડની પ્રજા સાંભળતી હતી, ત્યારે મેવાડની પ્રજા પિતાનું દુઃખ ભુલી જતી હતી. કારણ કે-શૂરવિરતાના હંમેશા પૂજન થાય છે. કઈ કઈ વખત સાહસીક પૃથ્વીરાજ બોલતા હતા કે મને પ્રભુએ શા માટે જન્મ આપે છે? કે મેવાડનું શાસન ચલાવવા માટે જ જ્યારે પોતાને વડીલ બધુ હયાત હોય અને આ શબ્દ બેલે, તેજ ભાવી બતાવી આપે છે કે સત્તાને લે એ છે કે જેમાં બાપ, દિકરા વચ્ચે કે ભાઈ, ભાઈ વચ્ચે કદી શાન્તિ સંભવે જ નહિ. - એવી રીતે આ બંને ભાઈઓ ફક્ત સત્તાના જ લે તકરાર કરવા લાગ્યા અને પોતાની અભિલાષા પાર પાડવા માટે ઉપાય જવા લાગ્યા. આ પ્રમાણે ઉભય બંધુઓ પોતાના કાકા સુરજમલ સાથે વિવાદ કરતા હતા તે વખતે સંગે પિતાના કાકા સુરજમલને કહ્યું કે મેવાડના દશ હજાર નગ્નને ઉત્તરાધિકારી તે કાયદા પ્રમાણે હું જ છું પણ આપજ જ્યારે મારા વિરોધી થાઓ છે, તેથી આ ઝગડાને અંત સહેજમાં આવી શકશે નહીં, પણ જો તમે “ નાહરા મુગરાની ચારણ દેવી” ની વાત પર શ્રદ્ધા રાખતા હો તે હમણું જ આ બાબતને ફડ થઈ જાય તેમ છે. તમારી મરજી હોય તે ચાલે, કાકાએ કહ્યું ત્યારે સર્વે જણાએ એ વાતને સ્વીકાર કર્યો. અને સર્વે ચારણી દેવીના મકાન પર ગયા. આ મકાન નિર્જન પર્વત કંદરામાં આવેલું હતું. તે વખતે પૃથ્વીરાજ અને જયમલ બંને જણ એક ખુરસી ઉપર બેસી ગયા, અને સંગ વાઘ ચર્મ ઉપર બેઠો. અને પુછયું, હે ચારણદેવી, મેવાડના સિંહાસનને અધિપતિ કણ થશે? ત્યારે આંગળીના ટેરવા પરથી સમજાવ્યું કે જે વાઘચર્મ પર બેઠેલ છે તે થશે. તેથી જોયું કે સંગકુમાર અધિપતિ બનશે. અને તેના કાકા સુરજમલ પણ મેવાડના થોડા પ્રગણા પર પોતાનો અધિકાર ભેગવશે. આ વખતે પૃથ્વીરાજે પોતાના સગા ભાઈ સંગકુમારને શિરચ્છેદ કરવા તલવાર ઉગામી, પણ તેના કાકા સુરજમલે તેને પ્રયત્ન નિષ્ફળ કર્યો. ચારણીદેવીની સેવીકાઓ પિતાનું રક્ષણ કરવા નાશી ગઈ સંગકુમાર, પૃથ્વીરાજ અને સુરજમલની વચમાં દારૂણુ યુદ્ધ થવા માંડયું. કેમે કરતાં યુદ્ધ શાન્ત થયું નહી, સંગ અને જયમઅને અગણિત ઘા લાગ્યા, તેથી તેઓ નિર્બળ થઈ ગયા. અને તેમના શરીર માંથી પુષ્કળ લોહી નીકળવા માંડયું. અને સંગકુમારની આંખમાં તીર વાગવાથી તે સદાને માટે અંધ બન્યા. આખરે તેઓ પૃથ્વીરાજને માર સહન નહીં કરી થવાથી તેઓ ચતુર્ભુજ દેવીના મંદિર તરફ નાઠા. અને શિવતિ નામના નગરમાંથી નીકળતાં વિદા નામના એક રજપુતને ત્યાં આશ્રય લીધો. આ રાજપુત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com