________________
પ્રકરણ ૨૩ મું
મહારાણુ શ્રા સરદારસિંહ મહારાણા શ્રી જવાનસિંહના અવસાન થયા બાદ તેઓશ્રીને કોઈપણ વસ્તાર ન હોવાથી રાજયના તમામ ખજાનાની કુંચીઓ ભિમસિંહના મોટા કુંવર અમરસિંહની પત્નિ ચાંપાવતને સેંપવામાં આવી હતી. તેથી ચાંપાવતે તમામ પ્રજાને પિતાના કબજે કર્યો. હવે રાજ્યસિંહાસન પર કોઈને બેસાડવા નક્કી કરવું જોઈએ જેથી સર્વ ભાયાતે, સરદાર એકત્ર થયા અને સલાહ કરવા લાગ્યા કે મેવાડના સિંહાસન પર કોને બેસાડ” વિચારતાં વિચારતાં બાગોરના મહારાજ શિવદાનસિંહના ત્રણ કુમાર સરદારસિંહ, શેરસિંહ તથા સ્વરૂપસિંહ ગાદીના હકદાર હતા. તેથી બાગરના મહારાજ સરદારસિંહ અથવા બાકી શેરસિંહના પુત્ર સાર્દૂલસિંહને ગાદીનશીન કરવા નકકી કર્યું. પરંતુ તે પ્રમાણે ન બન્યું અને ત્રણ ચાર દિવસ પસાર થઈ ગયાં જેથી ગાદીનશીનને દિવસ ચાલે ગયે.
આખરે વિક્રમ સંવત ૧૮૫ ના આ યુદ ૧૫ તા. ૪ સપ્ટેમ્બર ૧૮૩૮ ના રોજ નક્કી કર્યું કે મહારાજ સરદારસિંહને ગાદીનશીન કરવા. ઉક્ત મહારાજની જગ્યક્રિયા કરીને શેઠજોરાવરમલની વાડીમાં મુકામ કર્યો જાગીરદાર બધા મળીને તેમને તેમના મહેલમાં લઈ આવ્યા અને જમાનામાં જઈને સલામ કરી બહાર આવ્યા પછી ચારણે અને કવિઓએ મહારાણા જવાનસિંહના પગલે ચાલી પ્રજાનું કલ્યાણ કરશો એવી ઢબના કાવ્ય ગાઈને આશિર્વાદ આપ્યા. તે પછી વિ. સ. ૧૮લ્પ ના આસો વદ ૪ શુક્રવાર તા. ૭ સપ્ટેમ્બર, ૧૮૩૮ ના રોજ દરબાર ભરાયો તે પછી બેદલાનારાવ વખ્તસિંહે રિવાજ મુજબ મહારાણાના શરીર પર માતમી, પછવડી, ઉતારી, જવેરાત વિગેરે નજર કર્યું. અને આસો વદ ૮ તા, ૧૧ સપ્ટેમ્બરના રોજ પોલિટિકલ એજન્ટ સ્પીયર સાહેબ મહેલમાં આવી માતમપુસીને રિવાજ મુજબ દસ્તર કર્યો.
કારતક સુદ ૬ તા. ૨૫ સપટેમ્બરના રોજ નવપાલકના મહારાજા રાજેન્દ્ર વિકમશાહના મોકલેલા મોતમા તથા દાસીઓ વિગેરેને રજા આપીને મહારાણા જવાનસિંહના વખતમાં અહીં આવ્યા હતા અને ઘણીજ ઉદાસી ભારી રીતે તેઓ ચાલ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com