________________
૨૬૬
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
વિગેર પાથરી મંડપને ઘણું ઉત્તમ રીતે શણગારવામાં આવ્યું હતું જયારે બ્રિટિશ એજન્ટે યુવરાજ જવાનસિંહની મુલાકાત લીધી ત્યારે બ્રિટિશ એજન્ટને યુવરાજને જોતાં જ તેના માટે ઘણું જ માન અને પ્રેમ ઉત્પન્ન થયો કુમારને જોતાં જ તેના ગુણેની ઝાંખી કરી લીધી તેજ સ્વી વદન બોલવાની છટ્ટા, રાજદરબારી સભ્યતા વિગેરે દરેક જાતના ઉંચા ગુણે કુમાર જવાનસિંહમાં હતા.
કર્નલ ટોડ લખે છે કે –જે વખતે બ્રિટિશ એલચીને રાણાશ્રીએ ખાણું આપ્યું તે વખતે લગભગ સો જાતની વાનગીઓ હતી. અને એક હજાર રૂપીઆની થેલી મુકવામાં આવી હતી ખાણ ખાધા પછી તે રૂપીઆ નેકરોને વહેંચી આપવામાં આવ્યા હતા. આજે ઉદયપુરમાં આનંદને દિવસ હતો અને બ્રિટિશ એજન્ટને જોવા માટે હજારો લોકો ભેગા થયા હતા તેમજ કવિઓ, ભાટે તથા ચારણે પણ બ્રિટિશ એજન્ટની બીરદાવલી બોલવા લાગ્યા હતા અને અનેક પ્રકારના વાજાં વાગી રહ્યા હતા. ગામની કુમારીકાઓ સુંદર ચાંદીના પાત્રામાં જળ ભરી વધાવવા આવી હતી અને તેમનું ભાવિધિનું સ્વાગત કર્યું હતું. અને મંગળ ગીત ગાઈ રહી હતી. આ વખતે ઉદયપુરમાં એટલી બધી મેદની જામી રહી હતી, તલ માત્ર પણ જગ્યા ખાલી દેખાતી હતી અને કીડીને પણ ચાલવાની જગા મળી શકે તેમ દેખાતું ન હતું. આ વખતે એજન્ટની સ્વારી દબદબાર સાથે રાજ્ય મહેલની પાસે ઉતરી. આ વખતની રાજભુવનની વિશાળતા અતિ વખાણવા લાયક હતી.
રાજ્ય મહેલની બાંધણી સંગેમરમરના સુશોભિત પત્થરોથી બાંધેલી હતી. તે મહાલયની કમાન પણ ઘણી જ ભવ્ય કારીગરીવાળી હતી, આ ભવ્ય મહાલયમાં એજન્ટને ઉતારે રાખવામાં આવ્યો હતો. જે મહેલમાં ઉતારો આ હતે તે મહેલનું નામ “સૂર્ય મહાલ ૬૦ હતું આ મહેલને ચોક ફક્ત ત્રણ કમાનદાર ઉચ્ચ સ્તની ઉપર સ્થિર છે અને આ સ્તર પર્વતે હલાવા પર આવેલ છે સૌથી આગળ જે સ્તભ છે તેની ઉંચાઈ ૩૨) બત્રીસ હાથની છે આ મહેલ પ્રથમ પ્રથમ રાજાઓએ બંધાવેલો છે. તેવા સુંદર મહાલયમાં દરબાર કરવામાં આવ્યો હતે.
જ્યારે એજન્ટની પધરામણું થઈ ત્યારે પદારે તેની પોકારી અને ઘણા સરદાર, મુખ્ય આગેવાને અને રાણાશ્રીએ એજન્ટને ઘણું જ સન્માન આપ્યું
૬૦ આ મહેલ ઘણે સુશોભિત અને સુંદર કારીગરીથી વિભૂષિત બને છે અને તેમાં સૂર્યનું મહાન કળાથી પરિપૂર્ણ એવું એક ચિત્ર છે જેથી તે મહેલનું નામ “સૂર્ય મહાલ ' રાખવામાં આવ્યું છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com