________________
મારી ભાવના
આ ઐતિહાસીક પુસ્તક હું મારી શક્તિ અને બુદ્ધિ અનુસાર બહાર પાડવા ભાગ્યશાળી બને. જનતાએ મારા પુસ્તકને દીલે જાનથી આવકાર આપી ઉત્સાહીત કર્યો તેના માટે હું જેટલાં વખાણ કરૂં તેટલાં ઓછાં છે. મારી ભાવના હજુ આટલેથી અટકતી નથી. પણ હજુ મારા વિચારોને પ્રવાહ જગતની જનતાને ચણે નવી નવી વસ્તુઓ દ્વારા મુકવાને મારા મનને નિરધાર છે. અને મારું જીવન એ ભાવના પુરી કરવા તમન્ના રાખે છે.
ઘણી ઘણી વખત હું આથીક મુંઝવણમાં મુંઝાઈ મારી ભાવનાને કાયમ સજીવન રાખી શકતા નથી. છતાં આત્માના વિશ્વાસ ઉપર જ જ્યારે કાર્યનું આરંભપણું કરું છું. ત્યારે કુદરતી શકિn મને ગેબી મદદ આપે છે. અને એ ગેબી શક્તિના આધારે જ થોડી ઘણી પણ મારી ભાવના પુરી કરવા શક્તિશાળી બન્યો છું. હજી હું જગતના ચણે સારા સામાજીક અને ધામીક એવા સચીત્ર પુસ્તકે બહાર પાડવાની અભિલાષા સેવું છું. અને મેં મારા આત્મા સાથે નિશ્ચય કરી પણ દીધો છે.
પરમાત્માના આશરે ઝુકાવ્યું છે. અને સદા ઝુકાવીશ. મને ખાત્રી છે. કે મારા સત્ય શુભ કાર્યમાં મારા મિત્રે તથા સદ્દગૃહસ્થો મારી ભાવના જરૂર પૂરી કરશે જ.
આભાર
આ પુસ્તક છાપવામાં ધી નવપ્રભાત પ્રિ. પ્રેસના માલીક શા. મણીલાલ છગનલાલે અથાગ પરિશ્રમ વેઠી પિતાની દેખરેખથી કામ કર્યું છે. તે બદલ હું તેમને આભાર માનું છું.
લી. ગલાલ કવિ.
તા. ક. ધામક, સામાજીક, અતિહાસીક અને કોમીક વિગેરે સંગીત સાથે પ્રવચન કરી જાહેર પ્રજા તેમજ રાજા મહારાજાઓ તરફથી ઘણું સૂવર્ણપદકે અને સર્ટિફિકેટ મેળવ્યા છે. તે શુભ પ્રસંગે ઉપરોક્ત લાભ લેવા દરેક જૈન-જૈનેતર ભાઈઓને મારી નમ્ર વિનંતી છે ધામક પ્રસંગે કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી.
લી. ભેગીલાલ રતનચંદ કવિ.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com