________________
એ મેવાડી પ્રજા એકલી વીરતા અને બલીદાનને આદર્શ લઈને જ જીવનારી પ્રજા નહોતી. પરંતુ કળા કૌશલ્ય અને શીલ્પના આદર્શો એના જીવનમાં ઓતપ્રોત થએલા હતા. એને ઝાંખે ખ્યાલ તો આ મેવાડના અણુમોલ જવાહિર ના પાના ફેરવતાં આપણને આવ્યા સિવાય રહેશે નહીં. કળા, કારીગરી અને ભવ્યતાનું દર્શન દેતાં અનેક વિવિધ જૈન મંદિરોના ફોટાઓને જે સંગ્રહ આ પુસ્તકમાં રજુ થયેલ છે તે જોતાંજ આપણને સમજાશે કે કળા અને કારીગરી પ્રત્યેને એ પ્રજાને પ્રેમ કેટલો ઉંચી કક્ષાએ પહોંચ્યા હતે.
આ ગ્રન્થ પ્રસિદ્ધ કરવાનું જે મોટું કામ કવિ ભેગીલાલ રતનચંદે ઉપાડેલું જોઈ મને એમ લાગ્યા કરતુ કે તેમણે ઉપાડેલું કામ એમની શક્તિ બહારનું કામ છે. છતાં એ કામ પુરૂ કરવા પાછળનો એમને ઉત્સાહ અને ખંત વડે એ કામ પુરૂ થતું જોઈ મને ખુબ આનંદ થાય છે. એમણે આ ઇતિહાસને લગતી માહિતીઓ ભેગી કરવા પાછળ અને અનેક કળા પૂર્ણ શીપળાના નમુનાના ફટાઓને જે સંગ્રહ ભેગે કર્યો છે એ જોતાં હવે એમ લાગ્યા સિવાય નથી રહેતું કે આ પુસ્તક ખરેખર કવિ ભોગીલાલના જીવનનું એક સંભારણું બની રહેશે.
એમની તાત્કાલીક કવિતા બનાવવાની શક્તિ અને સભા રંજન કરતે તેમને કંઠ તેમનું સ્થાન ઉંચે લઈ આવ્યો છે. શ્રીપાળ મહારાજાને રાસ અને બીજ કવિતાનાં પુસ્તકો પણ તેમણે રચીને પ્રસિદ્ધ કર્યા છે ધરમપુર રાજ્યના રાજકવિ તરીકેનું માન તેઓને મળેલ છે.
કાગળની એંઘવારીના આ કાળમાં પુસ્તકને લગતી માહિતીઓ ભેગી કરવામાં અને ફેટાઓને સંગ્રહ કરવા પાછળ તેમની કેટલી શક્તિ અને ખરચીને વ્યય થયો હશે. એ તે પુસ્તક હાથમાં લઈ તેનાં પાના ફેરવ્યા સિવાય આપણને તેને ખ્યાલ આવો મુશ્કેલ છે. લાયબ્રેરીએ અને મેવાડને ઈતિહાસ જાણવાની ઈછાવાળા પ્રત્યેક મનુષ્યને આ પુસ્તક ઘરમાં વસાવવાની ભલામણ કરી શકાય તેમ છે.
એવેરીવાડ, વરાટી નીકેતન નં. ૧ )
લી. | ઝવેરી મુળચંદ આશારામ રાણી
અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com