________________
મહારાણા શ્રી અમરસિંહ
૧૮૭ સેનાપતિ સહિત પંજાબ તરફ ચાલ્યો તે યુદ્ધ કરવા જતું હતું તે વખતે અંબર અને મારવાડના રાજાએ શીધ તેને જઈને મલ્યા હતા. પરંતુ તેઓ તેની સાથે કાંઈ બોલ્યા વિમા તેમજ તેમની આજ્ઞા લીધા વિના ત્યાંથી પાછા ફર્યા તેમના મન આ વખતે શા કરણથી બદલાઈ ગયાં તે કાંઈ સમજી શકાતું નથી. પરંતુ કેટલાક અતિહાસીક ગ્રન્થથી એમ સમજાય છે કે તેઓ પણ શી ખેની તેજસ્વિતાનું જ અનુકરણ કરી સ્વતંત્ર થવાને વિચાર કરતા હતા.
મેગલ સામ્રાજ્યની આવી હીન અવસ્થામાં પરાક્રમી શીખનું દ્રષ્ટાંત લઈ રાજપુતોએ પણ મેગલોની આધીનતા રૂપી બેડીઓ તોડી નાંખવાને વિચાર કર્યો પાદશાહે જ્યારે તેમને શાંત અને સંતુષ્ટ કરવાને માટે જ્યારે પિતાના ચેષ્ટ કુમારને તેમની પાસે મેક ત્યારે તેઓ પાદશાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શક્યા નહીં પરંતુ તેમને એક પણ પ્રયત્ન ફળીભૂત થયે નહીં અંબર અને મારવાડના રાજાઓ પાદશાહની આજ્ઞા લીધા વિના જ શિબીરને ત્યાગ કરી ચાલ્યા ગયા. અને ઉદયપુરમાં રાણું અમરસિંહને મળી પરસ્પર સંધી કરી લીધી આ રીતે રાજસ્થાનમાં ત્રણ મહાબળ એકત્રીત થયા સ્વતંત્ર થએલા રાઠોડ અને કશાવટ રાજપુત દીર્ઘકાળ પ્રશ્ચાત રાજપૂત કુળ ચૂડામણિ પરમ સીસોદીયાની સાથે પરમ પ્રેમથી એકત્રિત થયા. હવે તેઓ એકઠા બેસી ભજન કરવા લાગ્યા. અને તે વિવાહીક સબંધમાં પણ સાથે જોડાયા મહારાણું તરફથી એકત્ર બેસી ભેજન કરવાનું તથા વૈવાહિક સબંધ બાંધવાનું સન્માન પ્રાપ્ત કરવાથી અંબરને મારવાડના રાજાઓ અતિ ઉ૯લાસથી સંધી કરી સંધીપત્ર પર હસ્તાક્ષર કરતી વખતે ઉકત ઉભય રાજાઓએ પોત પોતાના ઈષ્ટ દેવતાનું નામ લઈ પ્રતિજ્ઞા કરી કે આજથી અમે કદી મેગલ પાદશાહની સાથે વિવાહીક સબંધમાં કોંવા રાજનૈતિક અથવા બીજે કઈ પ્રકારનો સબંધ રાખીશું નહીં વળી સીદીયા કુળની કુમારીકાઓ સાથેના વિવાહથી જે સંતાન ઉત્પન્ન થશે તેને સન્માન આપવામાં આવશે. પુત્ર થશે તે તે રાજસિંહાસન પર બેસશે અને પુત્રી થશે તો તેને ઉચ્ચ રાજકુળમાં અર્પણ કરવામાં આવશે. તેને પ્રાણાતે પણ મેમલના હાથમાં સમર્પણ કરીને અમારા કુળને કલંકીત કરીશું નહીં.
સીસોદીયા કુળ તરફથી ઉચ્ચ સન્માન મળતાં રાઠોડ અને કુશાવર રાજાઓ મોગલની એડીમાંથી મુકત થવા ઈચ્છાથી સંધીપત્ર પર હસ્તાક્ષર કર્યા પરંતુ દીર્ઘકાળથી ચાલી આવેલી પ્રથાનું ખંડન થતાં જે વિષમ કુળની ઉત્પત્તિ થઈ તેથી રાજપુતાને નાશ થયે અંબર અને મારવાડના રાજાઓએ પોતાના વર્તનમાં જે પરિવર્તન કરી નાંખ્યું તેથી રાજ્યમાં મહાન ભયંકર ઝગડો ઉત્પન્ન થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com