________________
વીર કેશરી દયાળશાહ
૧પ૭
શરણાગતને આશરે આપ અને ક્ષમા માગવા આવેલા માણસને ક્ષમા તે ક્ષત્રિયોને ધર્મ છે, માટે એક શાહજાદે રાજકુમારની પાસે પ્રાણની યાચના કરવા આવે તે કેમ ન આપવી? રાજકુમારે પૂછયું.
ક્યાં શાહબુદિનને પૃથુરાજે નહોતી ક્ષમા આપી? પણ શું થયું ? માટે મહારાજ ! આ કોના પર વિશ્વાસ રાખવે તે નકામે છે. અરે ! ઘડી ભર એમ ધારો કે અકબર સારો છે. છતાં તેના કુટીલ પિતા પાસે તેનું કશું પણ ચાલવાનું નથી. પછી તો આપ માલીક છે. માટે આપને ઠીક લાગે તેમ આપ કરી શકે છે.
અકબર મંદ પગલે હાજર રહ્યો. અને તેને જીવતદાન આપવામાં આવ્યું. તેને લડાઈને તમામ સરંજામ મેવાડીઓએ કબજે કર્યો. અને અકબરને ચાર સરદાર પહાડની બહાર મુકવા માટે ગયા.
છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com