________________
ભાગ્ય દેવીની કૃપા દયાળની રાહ જોઈને જ પૂરોહીત બેઠા હતા. ત્યાં દયાળને સામેથી આવતા જેઈ, કેમ ! પૂજારીના શા સમાચાર છે? પૂરોહીતે પૂછયું.
પૂજારી દેવાલીમાં મઝા કરે છે, બે દિવસ બ્રહ્મભોજન હોવાથી રોકાઈ ગયે છે દયાળે કહ્યું.
બ્રાહ્મણને લાડવા મળે એટલે સમયનું ભાન પણ ન રહે પૂરોહીત બબડે.
દયાળ, તને સહનલાલ શેઠને ત્યાંથી માણસ તેડવા આવ્યા છે, તારો શું વિચાર છે ? પૂરોહિતે પૂછ્યું.
જેવી આપશ્રીની મરજી. દયાળે વિનયથી જવાબ આપે.
પ્રોહીત દયાળને રાજીખુશીથી સોહનલાલ શેઠને ઘેર જવાની રજા આપી, તેથી દયાળ સેહનલાલ શેઠને ઘેર આવ્યું. શેઠ તથા પાટમદે દયાળની આવવાની રાહ જોઈને જ બેઠા હતા. દયાળ આવ્યો એટલે સોહનલાલે ઘણાજ આદરમાન સાથે બેસાડો.
પિતાજી. આ બહાદુર વિરે મારી રક્ષા કરી હતી અને મને પાપીઓનાં પંઝામાંથી બચાવી હતી પાટીદે બોલી.
સોહનલાલ શેઠના આનંદનો પાર ન રહ્યો, દયાળશાહ તરફ ભાગ્યદેવીનું વલણ બદલાયું. દયાળના સ્વભાવથી અને કર્તવ્યથી શેઠ ઘણુ ખુશી થયા, અને પાટમદે પણ દીનપ્રતિદિન તેના સહવાસમાં આવવા લાગી, બંનેના વર્તનથી પાટમના માતા-પિતા ના આનંદને ઉભરો માતો ન હતો, અને ખુબ હરખાવા લાગ્યા. તે બંનેને સહવાસ વધવા દીધે. આ પ્રમાણે દયાળશાહ, સોહનલાલ ઠિના કુટુંબી જેવો થઈ ગયા. વાહ ! વિધાતા તારી કૃતિ પણ અજબ છે ?
જ્યારે મહારાણા રાજસિંહ “ જગનિવાસ ” (મહેલ) માં આંટા મારતા હતા અને શાહ ઔરંગઝેબને પરાજય કેમ કરે તેને વિચાર કરતાં હતા ત્યારે એક પ્રતિહારે આવી કીધું કે કેઈ યુવાન આપશ્રીને મળવા માગે છે,
આવવા દે? રાણાશ્રીએ હુકમ આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com