________________
૧૦૬
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન સુલેહની શરતો મંજુર રાખે તે ઠીક છે. નહિં તે રાજપુતે તલવારથી લડશે અને તેનો જવાબ પણ તલવારથી જ આપશે.” એમ કહેજે.
રાય સુન્દરદાસ કાગળ લઈ શાહજાદા ખુમને મ. શાહજાદાએ બધી હકીકત સાંભળ્યા પછી કુંવર કર્ણસિંહ જેવી રીતે સુલેહ કરવા ખુશી હતા તેવી રીતે રાય સુન્દરદાસને વાત કરી તેણે કુંવર કર્ણસંહને પત્ર લખી ખબર મોકલાવી. એટલે કુંવર કર્ણસિહ ઝાલા હરદાસ તથા પંવાર શુભકર્ણને મોકલ્યા. તે પછી શાહજાદાએ મોલવી શુકલાહ તથા સુન્દરદાસને મહારાણું અમરસિંહને મોકલાવેલો કાગળ લઈ બાદશાહ જહાંગીર પાસે મોકલ્યા, આથી બંને સરદારોએ અજમેર આવી બાદશાહ જહાંગીરને બધી વાત સમજાવી. આથી બાદશાહ ઘણે ખુશી થયો અને એ સુલેહના કારણથી મુલ્લા કરૂલ્લાહને (અફજલખા) અને સુન્દરદાસને રામરાયાને ખીતાબ અર્પણ કરી તેજ વખતે પાછા ઉદયપુર મોકલી આપ્યા અને એક ફરમાન મહારાણા અમરસિંહના નામથી મોકલી આપ્યું, જેમાં ઘણે જ વિવેકભર્યા શબ્દ લખ્યા હતા. વળી ઢાકાની મલમલના એક ટુકડા પર બાદશાહના ખાસ પંજાનું નિશાન કેશરીયા રંગનું લગાવેલું હતું. જે હાલ રીસાયતમાં મોજુદ છે. આ પંજાના નિશાનથી બાદશાહને મતલબ એ હતો કે હમારા વચન સાંભળી રાણા અમરસિંહ ક્રોધ ન કરે. તથા શાહજાદાને બાદશાહે લખ્યું કે રાણુ ઉદયપુરની જે શરતોની સુલેહ કરવા દરખાસ્ત કરે તે તમામ દરખાસ્ત મંજુર કરવી, અને કુંવર કર્ણસિંહને બાદશાહની હજુરમાં લઈને આવો.
આ વાત ગેગુંદાના પશ્ચિમ પહાડમાં જેને આજ “ઢાણ” કહે છે, ત્યાં મહરાણું અમરસિંહ તથા સરદારને પહોંચી ગઈ. આ પહાડ એવો વિકટ છે કે ભલભલાના કાળજા કંપી ઉઠે. બાદશાહે મોકલેલું ફરમાન કુંવર કર્ણસિંહ પાસે પોંચી ગયું. તેથી કેટલાક સરદારો સાથે તે આવી પહોંચે અને મહાશણ અમરસિંહને બધી વાત સમજાવી. પણ એ બહાદુર નર કેશરી અમર સિંહ તે ચૂપ જ રહ્યા. એક શબ્દ પણ બોલવાં નહીં. પણ ચહેરા ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ, જાણે કે આસમાન તૂટી ન પડયું હોય ? ત્યાર પછી કેટલાક વખત વિત્યા બાદ મહારાણાએ કહ્યું કે “ હું એકલો શું કરી શકું ? તમારા બધાની જ એવી મરજી છે તે મારે પણ તમારા લીધે બધુ સહન કરવું જ જોઈએ, દાજીરાજ ” ને ટાણે સહન કરવાને મારો ઈરાદો બીલકુલ હતો જ નહીં. છતાં જેવો ઈશ્વરની મરજી એટલે કેટલાક બહાદુર અને શાણા સરદારેએ રાણાને સમજાવ્યું કે “ બાદશાહ પાસે આપના મોટા કુંવર કર્ણસિંહને મોકલીશું કારણ કે તેઓ ઉમરાવની બરાબર છે. જેથી મહારાણાએ કહ્યું કે તમે બધા વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com