________________
૮૬
મેવાડના રાણમલ જવાહિર યાને આત્મબલિદાન શાંતિ ભંગ શાથી થ?ત્યારે મહારાણા પ્રતાપસિંહે કહ્યું કે, “સરદારે, મને એક જ વાતનું દુઃખ થાય છે. કે મારા હાથે ચિત્તોડને ઉદ્ધાર ન થયો. સરદાર! પ્રતિજ્ઞા લે કે, અમારો પ્રાણ જશે તે પણ અમારી માતૃભૂર્સિ શત્રુના હાથમાં જવા દઈશું નહીં. અને મારો પુત્ર ૪ અમરસિંહ તમારે ભવિષ્યને મારા પછીને રાણે થશે. તે મારા જેટલું કષ્ટ સહન કરી નહી શકે અને વૈભવ વિલાસને જોગી બનશે, કારણ કે, અમરસિંહ આ પર્ણકુટીમાં પિતાની પાઘડી ઉતારવી ભૂલી ગયો. અને પાઘડી પર્ણકુટીમાં ભરાઈ ગઈ તેથી આ સ્થાન ઉપર મોટા મોટા રમણીય મહેલ અને વિકાસના સાધનો થશે.” આ વાત કરતાં કરતાં પ્રતાપનું હૃદય ગંભીર બની ગયું. અને દીર્ઘ શ્વાસ લીધા ને બોલ્યા, “અહીં આ પર્ણકુટીઓના બદલે રમણીય મહાલ બની જશે મેવાડની દુર્દશા ભૂલી જઈ અમર અહીંયાં અનેક જાતના ભેગ વિલાસે ભગવશે. તેનાથી આ કઠેર વૃતનું પાલન થશે નહીં. અફસોસ ! અમરસિંહ વિલાસી હોવાથી સિદીયાના કુળગોરવનો નાશ થશે. જે ટેક અને સવમાનને ખાતર મેં પચીસ પચીસ વરસ પહાડો અને જંગલમાં કાઢયાં. અનેક જાતનાં આત્મબલિદાન અને રૂધીરો વહેવડાવ્યાં. તે બધી વસ્તુને વિચાર પણ અમરસિંહના હૃદયમાં થશે નહી. અને પિતાના સુખને માટે પોતાના સ્વમાનને તિલાંજલી આપશે. અને તમે બધા સરદારે તેનું અનુંકરણ કરી મેવાડની આબરૂને કલંક લગાડશો. ” પ્રતાપનાં આ વચન પુરાં થતાંની સાથે જ બધા સરદાર એકી અવાજે બો૯યા કે, “મહારાજ ! અમે બાપ્પારાવલના પવિત્ર સિહાસનના સોગન ખાઈ ને કહીએ છીએ કે, જ્યાં સુધી અમારામાંથી એક પણ માણસ જીવીત રહેશે ત્યાં સુધી મેવાડની ગયેલી સ્વાધીનતાને ઉદ્ધાર કરીશું અને મરતાં સુધી મેવાડની આબરૂને કલંક લગાડવા દઈશું નહી.” આવા સંતોષકારક વચન સાંભળી રાણાજીને આત્મા પ્રસંન્ન થયો. અને સર્વ શંકાઓનું નિવારણ થઈ ગયું. પોતે આનંદની સાથે આ સંસારમાંથી લોકીક જીવન જીવી અને કીર્તિ મેળવી દેહનો ત્યાગ કર્યો. સંવત. ૧૯૫૩ ઈ. સ. ૧૫૯૭ માં પ્રતાપ રાણાએ દેહનો ત્યાગ કર્યો.
છ ગયો વીર નર એક, જગતનાં દીલ ડોલાવ્યાં, માતૃભૂમિ ને માટે, અનેક રૂધીર વહેવડાવ્યાં, તજી વૈભવ વિલાસ, ન પરવા તેની કરતા,
ખરે વીર રાજપુત, દેશની દાઝને ધરતે, ૪૧. સંવત. ૧૬૫૩ માં ઈ. સને ૧૫૮૭માં અમરસિંહ રાજ્યસિંહાસન પર બેઠા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com