________________
૪ થું. ]
મદન વલ્લભ હરણ.
૩૭
જન્ય અતુલ વેદનાનો અનુભવ કરવા ત્રીજી નારકીમાં ગયા. અનેક સ્થળોએ કલેશ કરાવનાર, મનુષ્યોનો સંહાર કરાવનાર અને હમેશા સાવદ્ય વ્યાપારમાં રક્ત છતાં પણ નારદ તે જ ભવમાં પુણ્યની પ્રાબલ્યતાથી સંપૂર્ણ કર્મને ક્ષય કરી અખંડ અને અવ્યાબાધ સુખ પામ્યા, એક શીલરૂપ મજબુત આનંબન પ્રાપ્ત કરી ભવસમુદ્રનો કિનારો મેળવ્યો. ઘરહિં સકપરિણમી ચિલાત પુત્રને પુણ્યના પ્રભાવ સદ્ગુરૂનો સમાગમ થયે. જે ચિલાપુત્રના એક હાથમાં નીકણ ખડ્ઝ ચમકારા કરતું હતું, અને બીજા હાથમાં જ તલવાથ્થી ઇંદાયેલું સુકોમળી બાળાનું ધડ વિનાનું મસ્તક રહેલું હતું, જેથી માર્ગે ચાલતાં સઘળી ભૂમી રૂધીરથી લેવાતી હતી. આ ઘોર પાપી ચિલાતીપુત્ર પણ સન્મુખ રહેલા ધ્યાનસ્થ મુનિની પ્રશાંત મુદ્રા જોઈ શાંત થે. સમતા રસના સમુદ્રભૂત મુનિના અમૃતમય મુખકમલે અંતરમાં સળગતો દાહ શાંત કર્યો. અને તેજ મુનિના મુખકમલમાંથી ઝરતા મધુર અમૃતમય ઉપશમ, વિવેક અને સંવર. આ ત્રણ શબ્દએ અંતરમાં રહેલા અજ્ઞાન પડદાને છિન્નભિન્ન કર્યો, એટલે જ્ઞાનદશા જાગૃત થઈ. તેજ શબ્દોની ઉંડી ભાવના કરતે ચિલાતીપુત્ર હિંસક મટને અહિંસક પરિણામી થયે, હૃદયમાં નિર્મલ દયાને ઝરે વહેવા લાગે, પાપને પશ્ચાત્તાપ થયો અને અશુભ પુજનો વિનાશ કરી શુભ કર્મjજ ઉપાર્જન કરી *વિક ત્રાદ્ધિ પામે.
ઉપર કહેલા વૃત્તાંત ઉપરથી આપણે જાણી શક્યા કે અખંડ પરાકર્મીઓને પણ કર્મ પરિણામના પ્રબલ પ્રતાપને આધીન થવું પડે છે. કર્મ પરિણામ કહો કે દેવ કહે, આ સર્વ શબ્દો એકજ અર્થના પ્રરૂપક છે.
આપણું સુંદર રાજા પણ કર્મરાજાના નિબિડ પંઝામાં સપડાયા છે. હવે આપણે જોઈએ કે તે કર્મ, રાજાને શું કરે છે? ઉપર દર્શાવ્યા મુજબ રાણી દરરોજ કુટુંબનિવાંહ માટે સાર્થવાહને ત્યાં મજુરી કરવા જાય છે. એક દિવસ મજુરી કરવા આવેલી રાણી ઉપર એમદેવ સાર્થવાહની દષ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com