________________
કર
સુદર રાજાની સુંદર ભાવના [ પ્રક
પરંતુ દાતારમાં રહેલી ગેરવતાજ હતી. રાજા એજ વિચારતા હતા કે હજી પશુ ભાગ્યેાય જાગ્રત છે કે દેવના વિષમ પ્રહારો છતાં લોકો તરફથી આદર ગયા નથી; તેમજ આત્મિક ગુણાના તિરાભાવ પણ થયા નથી.
" किं कृतं विधिना यावत् सतां शीलमरवण्डितं ।
गतं तत्तु यदा कालं, संपद्यपि विपत्तयः ॥ "
',
ભાવાર્થ :—ત્યાં સુધી દે વના પ્રચંડ પ્રહારોથી પરાભવ કરાતા છતાં પોતાના વિષ્ણુહવનનું અખંડ પાલન થતું હોય ત્યાં સુધી ઉત્તમ પ્રાણીઓને વિપત્તિના સમયે પણ આનંદ જ હાય છે, પરંતુ જ્યારે તે જ દેવ જો વિરૂપ વિકલ્પ દ્વારા ઉન્માર્ગમાં લઈ વ્યય તા ઉત્તમ પ્રાણીઓ સુખસામગ્રીના સદ્ભાવમાં પણ દુ:ખના અનુભવ કરે છે.
સુંદર રાજા દુ:ખના પ્રવાહમાં તણાતા છતાં પણ માનસિક વ્યથાના અનુભવ કરતા નહતા, તેની અત્યંતર શાંતિ અખંડ અને સ્થિર હતી. હજી સુધી તેના અ ંત:કરણમાં દુ:ખપ્રત્યે લેશમાત્ર દેવની લાગણી ઉદભવતી નહતી. કર્મવિપાકને યથાર્થ પણે જાણતા રાજા ઉદિત દુ:ખને અવ્યાકુળપણે અનુભવ કરતા હતા. આ આપત્તિના અત કયારે આવશે એવા વિચારોદ્વારા નિર્માતાના લેશ માત્ર પણ ના અતરમાં ઉત્ત્પન્ન થયા નથી, જે કામળ શરીર આજ સુધી રાજ્યનીં વિપુલ ઋદ્ધિમાં ઉદય પામ્યું હતું અને જેની તસુવર્ણમય ન્યુતિને પવનના ઉષ્ણ સ્પર્ધા થયા નહાતા, તે રાજાએ ભયંકર અટવીમાં પણ ભ્રમણ કર્યું, ઉત્તર પોષણ માટે અનેક પ્રકારની ચિત આ કરી અને આખરે મહામુશીબતે તે પણ પ્રાપ્ત કર્યું. આવા અતુલસંકટો સહન કરતાં શરીર ઉપર શ્યામતા છવાઇ રહી હતી, પરંતુ માનસિક શાંતિના ઉજ્જવળ પટ ઉપર લેશ માત્ર પણ શ્યામતા આવી નહાતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com