________________
૩ જુ.]
શ્રીસાર શેઠના બગીચામાં.
૩૧
ભાવાર્થ-મલયાચળ પર્વત ઉપર ઉત્પન્ન થતા ચંદનને ચંદનના વ્યાપારીઓ પોતાના સ્થાનથી તેનો બ્રશ કરે, રાસભ વિગેરેની પીઠ ઉપર તેને રાખવામાં આવે, તે પણ સુગંધી આપવાના પિતાના સ્વભાવને કદી પણ તે ચંદન છોડતું નથી. સ્થાનભ્રંશ અને નીચ સમાગમ તો દૂર રહે, તેના ટુકડે ટુકડા કરો કે પથ્થરની સાથે ઘણી નાંખો છતાં પણ પોતાના સુગંધી અને શીતલ સ્વભાવનો ત્યાગ કરતું જ નથી અને તેથી જ દુનિયા તેને લેવાને સામી ઘસે છે અને તેની પ્રશંસા કરે છે.
રાજા અને રાણી દુષ્કર્મના ઉદયે સ્થાનથી બ્રણ થયા, હલકા મનુષ્યને સમાગમમાં આવ્યા, દુર્દ છે જેના વૈભવ ઉપર સખ્ત પ્રહાર કર્યો, ઉદર પિષણની પણ ચિંતા નીપજાવી છતાં પણ ચંદન તે ચંદન. આવા અવસરે પણ નિર્મલ ભાવનાઓ, વિશુદ્ધ વર્તન અને મધુર વચન વ્યાપારરૂપ પિતાની સૌરભના પરિભ્રંશ થયો ન હતો અને તેથી જ પાડોશી વર્ગને તેમના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન અને હતો. જે કે તે પ્રેમ આપણી દષ્ટિ પ્રમાણે અધિક કાર્ય કર્યું નહતું, પરંતુ રાજાની દૃષ્ટિએ તે પ્રેમ મહાન આનંજ કારણ થત હતો, કારણ કે કાર્યના બદલામાં લોકે તેમને જે કંઈ આપતા હતા તે વસ્તુ તેમની યોગ્યતાને અનુસાર ભલે હાય તેવી વિરૂપ હતી પરંતુ મહાન ગરવપૂર્વક અર્પણ કરવાની હતી.
- ધનાઢય દાતાર, ચાચકને અધિક મૂલ્યવાળી વસ્તુ ભલે દાનમાં આપતો હોય પરંતુ જે તેને તિરસ્કારપૂર્વક આપે તે ગ્રાહકને તેનાથી વિશેષ આનંદ ઉત્પન્ન થતો નથી. તેના કરતાં અપમૂલ્યવાળી નિર્માલ્ય વસ્તુ દાતાર જે ગેરવપૂર્વક આપે તે તેનાથી ગ્રાહકને અપૂર્વ આલ્વાદ પ્રાપ્ત થાય છે.
પાડોશીઓએ આપેલા અલ્પમૂલ્યના અને જીર્ણ પ્રાય: વસ્ત્રો તથા ગૌરવપૂર્વક અપાતું રૂક્ષ અને શીતલ ભજન પણ આ સમયે અધિકતર આનંદનું કારણ થતું હતું. જો કે રાજાને આનંદનું વાસ્તવિક કારણ તે જન કે વસ્ત્રો નહતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com