________________
દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર.
દીક્ષાભિલાષા અને ગુરૂપ્રાર્થના.
મેતીચંદના હૃદયમાં જ્ઞાનદીપક પ્રગટ થયો. વૈરાગ્ય તરંગોમાં હૃદય ઝીલવા લાગ્યું. સાંસારિક પદાર્થોની મોહકતામાં ભય દેખાવા લાગ્યો. તે મોહમાં મુંઝાઈ રહેલા ધન ધાન્યાદિની સામગ્રીવાળાઓમાં પણ દીનપણને આભાસ થવા લાગ્યો. માત્ર જ્ઞાન દર્શન ચારિત્રાદિનું એકાંતે આરાધન કરનાર પિતાના શરીરે પણ નિસ્પૃહી તે મુનિ મતંગજેની મુનિચર્યામાંજ સુખનો આભાસ થવા લાગ્યો. હવે કયારે મને મુનિપણની પ્રાપ્તિ થાય! ક્યારે ગુરૂ મહારાજની એકાંત સેવાને લાભ મળે ! અને ક્યારે જ્ઞાનાદિ વેગન આરાધક હું યેગી થાઉં! આમ વૈરાગ્ય ભાવનામાં લીન થયેલ મેતીચંદને હવે દીક્ષાની ઉત્કંઠા થઈ રહી, અને ગુરૂ મહારાજને પ્રાર્થના કરી કે –
પ્રશમ પીયૂષ પોનિધિ ! જ્ઞાન દિવાકર ગુરૂ મહારાજા! અત્યાર સુધી વાસ્તવિક રીતિએ હું અંધ હતો. મહારાજા ! આપે દેશના દઈ આજ મારાં નેત્રોમાં અપૂર્વ પ્રકાશ મૂકે. પ્રભો ! ભવતારક! આપ આ સંસારમાં ડુબતાને માટે ઝીઝ સમાન છે. આ વિષય કષાય દાવાનળમાં બળતાને શાંત કરવા આપ જળધર સમાન છે. આપ અમારા વિષય તૃષ્ણારૂપ દાહને સમાવવા અમૃત સમાન છે. તે ઉપકારી! હવે તે તમારૂં જ શરણ છે માટે આ રંકને ચારિત્ર રત્ન દઈ આપ સમાન ચક્રવર્તી બનાવો આપના સંસર્ગથી અને આપની નિર્મળ કપાથી મારી વાંછિત સિદ્ધિ થશે.
ગુરૂ મહારાજશ્રીએ પણ તેની ભાવના જાણું દીક્ષા પરિણામમાં દઢ બનાવ્યું. મોતીચંદે પણ હવે શીધ્ર દીક્ષા લેવાનો નિશ્ચય કરી ઘર તરફ પ્રયાણ કર્યું.
મેતીચંદ ઘેર ગયા અને માતાપિતાને સંસારની વિટંબણ, મોહનું સામર્થ, તેમાં પ્રાણુઓનું પારવશ્ય તેનાથી થતા અનેક અનર્થો અને પરિણામે કર્મબંધ તથા જંબુકમારાદિને વૈરાગ્ય, માતાપિતા સહિત દીક્ષાનું અંગીકાર કરવાપણું વિગેરે દર્શાવી પોતાનો આંતરિક વિચાર જણાવ્યો. પરંતુ પુત્ર મેહમાં મુઝાયલાં માતાપિતા તત્કાળ સાનુકુળ ન થયાં. અને મેતીચંદને વ્યવહાર કાર્યમાં જોડાવું પડયું. પરંતુ જેનો અંતરાત્મા ઉજવળ થયો છે, સંસાર કારાવાસનું સ્વરૂપ જે બરાબર જોઈ રહ્યો છે, વિષય કષાયની જવાળાઓમાં બળતા પ્રાણીઓની વિડંબના જેને પ્રત્યક્ષ થઈ રહી છે, જેણે રૂપ, ચાવન, ધન, સ્વજનાદિને પ્રેમ, અને ઠકુરાઈ સ્વમ સમાન જાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com