________________
૨ જુ.]
દેશાતર પરિભ્રમણ.
આવા વિષમ સંકટપ્રાપ્તિના પ્રભાત સમયે પણ સુંદર ગુણયુક્ત સુંદર રાજાના વિકસિત વદનમાંથી નીકળતા ધીરતા, વિરતા અને ગંભિરતાદર્શક વચનો શ્રવણ કરી દેવી શોકપૂર્ણ હૃદયે સ્વસ્થાને પહોંચી.
પરાક્રમી રાજાએ દુખપ્રાપ્તિના અવસરે ચિત્તની સ્વસ્થતા સ્થિર રાખવા ખાતર પ્રથમથી જ સુખને પ્રતિબંધ દૂર કર્યો, મતલબ કે રાજાને હવે પૂર્વસુખનું સ્મરણ પણ થતું નથી. રાજાનું હૃદય હવે વિષમ સંકટ પ્રાપ્ત થયા પહેલાં કયા માર્ગ અનુસરવું, કઈ સ્થિતિમાં રહેવું, કયાં જવું, અને કેવી રીતે દુખને અનુભવ કરવો, એ સંબંધી વિચારશ્રેણિમાં આરૂઢ થયું.
પ્રકરણ ૨ જું,
દેશાન્તર પરિભ્રમણ.
"आपत्तिमृत्युशत्रणा-मवश्यंभाविनां भेदैः। संमुखैरेवगन्तव्यं, नश्यतां हीनसत्त्वता ॥"
C
==
પત્તિના સમયે નિ:સત્વવાન પ્રાણીઓ પૈર્ય ખોઈ
બેસે છે અને હૃદયને મલીન વિચારથી આલિજ ગિત કરી તેનો પરાભવ કરવા તત્પર થાય છે. A SIી સંકટ પ્રાપ્ત થયા પહેલાં જ અંત:કરણને એવું કારક છેતે નિર્બળ બનાવે છે કે જેના પરિણામે સુખના કર્ણપ્રિય વાજીત્રના મધુર સ્વરમાં પણ દુઃખના લેશકારી, કોર અને ભયાનક શબ્દ કર્ણગોચર થાય છે, તેજસ્વી શરીર અને આનંદપૂર્ણ મુખાવિંદ નિસ્તેજ અને શોકગ્રસ્ત થાય છે, અને ચિત્તની વિહવળતાથી નિકટ ઉપકારીઓનું પણ માન જાળવી શકતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com