________________
પ્રસ્તાવના.
વીર-શાસનના વાંચક મહારાયાને ત્રીન્ન વર્ષની આ નવલ રસધાર મળે છે. ગુર્જર સાહિત્યની અભિવૃદ્ધિના આ માંગલિક સમયામાં નૃતન સાહિત્યાવતાર, જેટલા આવકાર પામે તેટલા ઓછાજ કહેવાય; એ સ્થિતિમાં આવકારને લાયક આ પ્રસ્તુત પ્રસાદી જનસમાજને આદર મેળવે તેમાં નવાઇ નથી. આ પુસ્તક પ્રાચીનતર લોક કથા—જેમાં ઉત્તમ મધ્યમ તેમજ અધમ સ્વરૂપના લોકા, લોકાના મને ભાવા, લાકમાં લોકાત્તર સ્ત્રપુછ્યા, તેમની ધર્મ કસોટી, અડગ ધર્મપરાયણતા ઈત્યાદિક લાસ્થિતિનું યથાસ્થિત વર્ણનપૂર્વક વાર્તાના નાયક અને નાયિકા વિગેરેના ચરિત્ર ઉપરથી અંતિમ કર્ત્તવ્યમાગને ઉપદેશ કરવામાં આવે છે તેવી કથા)માં લખાયું છે: એથી આદરણીય સાહિત્યના નિયમને એ અનુસરતું છે એ નિર્વિવાદ છે. આપણે વિચા રીએ તેા આદરણીય સાહિત્યને આ એક નિયમ છે કેઃ - સાહિત્ય રચના, વસ્તુ અને વિચાર ઉભયથી નિવિકાર અને પાયાદ્વાર હેાવી જોઇએ. અર્થાત તેમાં એટલું તા બીજ મળ હાવુ જ જોઇએ કે જેનું વાંચન કરવાથી વાંચનારને દૈવી ગુણાની શ્રેણી ઉપર ચઢવાનું મન થાય-વાંચનાર પેાતાની માણસાઈ ઉપર એવા કાબુ મેળવતા થાય કે તે પેાતાના જીવન ઉપર સાચા અભિમાન પૂર્વક જોઇ શકે.” વાડ,મય પવિત્રતાને લાપ નહિ કરનારા આ સિદ્ધાંતને આ પુસ્તક આબાદ વળગી રહેલું છે તે વાંચકાને વાંચથીજ સ્વયં સમાશે.
આ વાર્તાને નવલકથા કે ઐતિહાસિક નવલકથા અથવા અધ ઐતિહાસિક નવલકથા કહેવી કે નહિ એને નિર્ણય, વાંચકા એને સંપૂર્ણ વાંચ્યા પછી કરીલે એ ઇચ્છવા યોગ્ય છે કારણ કે આ વાતાં, કથા છે ખરી, પરંતુ એમાં વિવિધ ભાવા, વિવિધ વન થાઓનાં વિવિધ ચિત્રા, વિવિધ સ્થળ તથા સમયનાં રેખાદર્શની વિવિધ અનુભવો, વિવિધ સમાગમા અને પૂર્વ ભવ-પુનર્જન્મની વિવિધ તવારીખેા, વિવિધ ઉડ્ડયના તથા તેમાંથી ઝરતા ત્તવ્ય માર્ગના વિવિધ ઉપદેશ વિગેરેનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે. એટલે કથાના વિડબક પ્રકારા બાદ કરીને બાકીના સર્વ ષ્ટિ સુશ્લિષ્ટ પ્રકારાના સમાવેશ આ સુબોધક વાર્તાના અગમાંજ બહુધા થઈ ાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com