________________
૧૬૮ સુંદર રાજાની સુંદર ભાવના [પ્રકરણ
ઉપર્યુક્ત વધામણી આપી પ્રસન્ન થયેલા સ્વામી પાસેથી અખુટ દ્રવ્ય મેળવી ઉદ્યાનપાલક પિતાના સ્થાન પ્રત્યે પાછો ફર્યો. તક્ષણ સુંદરરાજાએ પણ સભાનું કામકાજ બીજા દિવસ ઉપર મુલતવી રાખી ગુરૂવંદન નિમિત્તે જવા સારૂં સભા વિસર્જન કરી. તે રાજાની ઇચ્છાને અનુસાર ઇગિત અને આકારજ્ઞ વિચક્ષણ મંત્રીએ પટવાદક મારફત જ્ઞાની ગુરૂનું ઉદ્યાનમાં આગમન અને તેમના દર્શન નિમિત્તે ચતુરંગ સૈન્ય અને મહાન વિભૂતિપૂર્વક મહારાજાનું ગમન, આ ઉભય હકીકત નગરના દરેક વિભાગમાં જણાવી દીધી. અલ્પ સમયમાં અનેક મનુષ્ય સુંદર વસ્ત્રાલંકારથી સજજ થઈ દરબારગઢ તરફ આવવા લાગ્યા. સુંદરભૂપાલ પણ રાજચિતથી સુશોભિત મંત્રિ-પ્રમુખ રાજવની સાથે તૈયાર થશે અને ચતુરંગ સેન્યથી પરિવરિત સામંતરાજાઓ તેમજ અન્ય મનુષ્યની સાથે ભિન્ન ભિન્ન વાજીંત્રોની ગંભીર અને કર્ણપ્રિય નિનાદની સાથે ગુરૂવંદન માટે નીકળે. અનુક્રમે ભાવતિથી ઉતિત અને સાક્ષાત્પર્યરાશિથી પવિત્ર ઉદ્યાનમાં આવી પહોંચ્યા. દૂરથીજ વાહન ઉપરથી નીચે ઉતરી સર્વ રાજચિન્હનો ત્યાગ કરી શુભભાવપૂર્વક ગુરૂમહારાજને વંદના કરી. ગુરૂમહારાજાએ પણ ધર્મલાભની શુભઆશિષ દીધી. ત્યાર પછી રાજા પિતાના સર્વ પરિવાર સહિત ગુરૂમહારાજાની સન્મુખ ઉચિત સ્થાને ધર્મશ્રવણ કરવા માટે બેઠે. ભદધિતારક જ્ઞાની ગુરૂભગવંતે ભવ્ય પ્રાણીઓના હિતની ખાતર સંસારના ત્રિવિધ કલેશવિનાશીની ધર્મદેશનાને પ્રારંભ કર્યો.
હે ભવ્ય પ્રાણીઓ ! અનંત દુઃખ–રાશિથી ભરપુર આ સંસારમહાર્ણવમાં અનાદિ કાલથી અનંતાનંત છે પર્યટન કરે છે, જેમાંના અનંતા પ્રાણીઓ અદ્યાપિ પર્યત માત્ર એકજ ઇંદ્રિય ધારણ કરી તેની તેજ અવસ્થામાં વિ. વિધ પ્રકારનાં કષ્ટ અનુભવી રહ્યા છે, જેને શાસ્ત્રપરિભાષાએ અનાદિનિગદના કહેવામાં આવે છે, ત્યારે અનંતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com