________________
૧૪ મું].
સદ્દગુરૂ સમાગમ.
૧૬૭
પ્રકરણ ૧૪ મું.
સદ્ગુરૂ સમાગમ
_
P
દીર એ ક અવસરે રાજા સભામંડપમાં દરબાર ભરી
ને બેઠે હતે, મંત્રીઓ અને સામંતે પણ
આસન ઉપર ગોઠવાઈ ગયા હતા અને ( ISS સઘળી સભા શાંત થઈને બેઠી હતી, તે અ
જરી વસરમાં ઉદ્યાનપાલકે આવી પ્રસન્નવદને મહારાજાને વધામણું આપી કે—
મહારાજા ! જંગમ તીર્થસ્વરૂપ પ્રશાંતાત્મા કૃપારસસમુદ્ર સાક્ષાભૂર્તિમંત વૈરાગ્ય હોય નહિ તેવા પવિત્ર મહાત્મા પોતાના શિષ્યસમુદાય સહિત સમગ્ર વિશ્વ ઉપર ઉપકાર કરતા, અને પિતાના પવિત્ર ચરણથી આ પૃથ્વીતલને પાવન કરતા, આપના પવિત્ર ઉદ્યાનમાં પધાર્યા છે. ઉદ્યાનપાલકના મુખથી ચારિત્રપાત્ર જ્ઞાનવંત મુનિનું આગમન સાંભળી રાજા મંત્રી વિગેરે સભા અતિશય આલ્હાદ પામી. સભાજનના પ્રસન્ન વદનમાંથી એજ શબ્દના ઉદ્ગારે નીકળ્યા કે અહે આજે તે વિનાવાળની અમૃત સમાન જલધરની વૃષ્ટિ થઈ. અડે ! જ્યાં સામાન્ય ફળદ્રુપ વૃક્ષને અભાવ હોય તેવા મરૂધરમાં આજે એકાએક સુરદુમની પ્રાપ્તિ ! અરે આંગણામાંજ મુક્તાફલની વૃષ્ટિ! સભામંડપમાં આ અવસરે આખી સભા અવ્યક્ત કેલાહલથી ગાજી ઉઠી. સર્વના મુખપર હર્ષની છાયા છવાઈ રહી હતી. સર્વ દિશાએથી એજ ઉદ્ગારે સંભળાતા હતા કે અહો આજે તે પવિત્ર મહર્ષિના મુખકમલમાંથી ઝરતી અમૃતમય મધુરી દેશના શ્રવણ કરી અમારા કર્ણયુગલ અને સંતસ અંત:કરણને શાંત કરીશું, આજે અનુપમ સુખને અનુભવ કરીશું વિગેરે ભિન્ન ભિન્ન ઉદ્ગારેથી રાજસભા થોડા વખત સુધી શબ્દમય બની રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com