________________
૧૪૮ સુંદર રાજાની સુંદર ભાવના [પ્રકરણ
સ્થાનની પણ ભાળ મળી નહિ* તેમના વિના આમ શુન્યચિત્તે કયાં સુધી બેસી રહેવું ભાવિ હિતખાતર આજ્ઞાખંડન દેષરૂપ નથી. *પણ અરે મારાથી તેમના વચનને અનાદર શી રીતે થાય.* *એકાંત હિતવત્સલની આજ્ઞામાં કાંઈને કાંઈ નવું તત્ત્વ સમાયેલું જ હોય છે. એક જ શું! એમાં જ એમણે અમારી અને પિતાની ભાવી સુખમય જીવનરેખા જોઈ હશે !ઝક ડા એમજ હોય તો ના નહિ. * જે કે વિશ્વસ્ત પ્રત્યે વિશ્વાસઘાતી મહા પાપી છે તો પણ હવે તો આ ચંચળ અંત:કરણ ઘણું અધીરું બને છે ગમે તેમ પણ અવશ્ય તેને શોધવા માટે કાંઈ પણ પ્રબંધ કરવો જ જોઈએ.” તે વ્યક્તિના આ ઉપર જણાવેલા ત્રુટક વાકાના ઉચારથી સહજ એટલું અનુમાન થઈ શકે કે તેના અંત:કરણમાં ઘણા કાલથી વિયેગી પિતાના નિકટ ઉપકારી મનુષ્યનું મરણ હોવું જોઈએ અને તેને મેળવવા માટે શું પ્રયત્ન કરવો તે સંબંધી વિચારમાં પણ વારંવાર તેનું હૃદય લીન થતું હોવું જોઈએ.
ગવાક્ષમાં રહેલી આ વિચારક વ્યક્તિના અંતરમાં ઉદ્ભવતા આ વિચારો નૂતન નોતા. ઘણી વખતે આજ વિચારો તેના હૃદયને સ્પશી ચુક્યા હતા પરંતુ વારંવાર તે વિચારોનું મનમાન્યું સમાધાન કરી મુશીબતે પણ પિતાના ચિત્તને શાંત પમાડતો હતો અને અન્ય કાર્યમાં વ્યગ્ર થત હતે પણ દિવસે દિવસે તે વિચારે એ પોતાના અસ્તિત્વને એવું મજબુત બનાવ્યું કે સામાન્ય સમાધાનો તેની આગળ કશું કાર્ય કરી શકયા નહિં. પરિણામે જ્યારે એકપણ સમાધાન તેની કસોટીએ ચડી શક્યું નહિં ત્યારે તે થાક અને હદયની સાથે ચોક્કસ નિર્ણય કર્યો કે ગમે તેમ થાઓ પરંતુ કેઈપણ ઉપાયે અવશ્ય તેઓને શોધી કાઢવાજ જોઇએ.”
રાજમહાલયના ગવાક્ષમાં રહેલી આ એક જ વ્યક્તિ આવા વિચારો કરી રહી હતી એટલું જ નહિ પણ નગરના પ્રત્યેક વિભાગમાં એજ વાતાવરણ ફેલાઈ રહ્યું હતું. કુવાકાંઠે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com