________________
ه
و
می یه که به مه مه عه يه يه مه يه مه
૨૪.
દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. નગીનદાસ હતું. એમણે ૧૯૧૩માં ભાવનગરમાં મુનિવર્યશ્રી મુળચંદછના હાથે દીક્ષા લીધી અને બુટેરાવજીના શિષ્ય થયા. એ પણ મહાપ્રતાપી હતા, કાવ્યશક્તિ પણ સારી હતી. ઉપદેશ શૈલી એવી અસરકારક હતી જે એમની પાસે આવેલે મનુષ્ય અવશ્ય વૈરાગ્ય પામે. એમણે સંવત ૧૯૨૨ માં ડીસામાં એકી સાથે પાંચ શ્રાવકને દીક્ષા આપી હતી તથા વ્રત નિયમો પણ એમણે બહુ કરાવ્યા હતા. એમને હાલ વિદ્યમાન શિષ્ય મુનિવર્ય શ્રી સિદ્ધિવિજયજીને પણ વૈરાગ્ય, શાંતિ અને ઉપદેશ શૈલી બહુ ઉપકારી છે. અતિ વૃદ્ધાવસ્થા છતાં પણ અપ્રમત્તભાવને દર્શાવતું એમનું વર્તન અનુકરણીય છે. મહારાજશ્રી નીતિવિજ્યજી વૃદ્ધાવસ્થામાં ખંભાતમાં વિશેષ રહ્યા હતા. એમના શિષ્ય પ્રશિOો પણ સારી સંખ્યામાં છે. એમના શિષ્યો ૧ વિનયવિજયજી, ૨ મતવિજયજી, ૩ ભકિતવિજયજી, ૪ દોલતવિજયજી, ૫ પ્રતાપવિજયજી, ૬ દર્શનવિજયજી, ૭ તિલકવિજયજી, ૮ સિદ્ધિવિજયજી વિગેરે અનેક હતા. હાલમાં મુનિશ્રી તિલકવિજયજી અને સિદ્ધિવિયજી વિદ્યમાન છે અને મુનિશ્રી વિનવિજ્યજી અને સિદ્ધિવિજયજીનો પરિવાર વિદ્યમાન છે સંવત ૧૯૪૭ને ભાદરવા શુદિ આઠમે ખંભાત શહેરમાં તેઓ કાળધર્મ પામ્યા.
(૪) ખાંતિવિજયજી (ખયરાતિમલજી) એમનો જન્મ પંજાબમાં થયો હતો. એમણે ટૂંકમતમાં સંવત ૧૯૧૧ માં દીક્ષા લીધી હતી. અને સંવત ૧૯૭૦ માં સંવેગી મુનિવર્ય શ્રી બુટેરાવજી પાસે દીક્ષા લીધી હતી. તેઓને શાસ્ત્રબોધ સારો હતો. ધાવસ્થામાં અશકત છતાં પણ છઠ, અદમની તપસ્યાઓ લાગલગાટ કર્યા જતા હતાં. તેઓ તપસીજીના ઉપનામથી પ્રસિદ્ધ છે. એમના શિષ્ય મુનિશ્રી મોહનવિજયજી હાલ વિદ્યમાન છે. પાલીતાણામાં ૧૯૫૯ માં એમનો સ્વર્ગવાસ થયો.
(૫) આનંદવિજ્યજી (આત્મારામજી-વિજયાનંદસૂરિજી) એમનો જન્મ પંજાબ દેશમાં લેવરા ગામમાં સંવત ૧૮૯૩ ને ચૈત્ર શુદિ ૧ ને દિવસે થયો હતો. સંવત ૧૯૧૧ માગશર શુદિ પંચમીએ દુંદ્રક મતની દીક્ષા લીધી, સૂત્રો ભણ્યા અને બુદ્ધિમાન હોવાથી અર્થ ગણું કરતાં મૂર્તિપૂજાની શ્રદ્ધા થઈ એટલે શ્રાવકાને શુદ્ધ માર્ગનો ઉપદેશ દઈ મૂર્તિપૂજાના શ્રદ્ધાળુઓ બનાવ્યા એમના ઉપદેશથી લગભગ સાત હઝાર શ્રાવકાએ ડું ઢક મત છેડી શુદ્ધ સનાતન જેને મત અંગીકાર કર્યો પછી પંજાબથી વિહાર કરી ગુજરાત આવવા નીકળ્યા. માર્ગમાં મારવાડમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com