________________
દાદાનુ' સક્ષિપ્ત જીવનચરિત્ર
૨૩
એમને શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર પણ મોટા છે. જેમાં તેમના શિષ્ય કમળવિજયજી ( વિજય કમળસૂરિજી) ના પરિવાર વિશેષ છે. એમના અન્ય શિષ્યા હુસવિજયજી, ગુલાબવિજયજી, શ્થા ભવિજયજી, ન્યાયશાસ્ત્રના સારા અભ્યાસી દાનવિજયજી વિગેરે હતા. હાલમાં શ્રીવિજયકમળસૂરિજી તથા ગુલાબવિજયજી તથા દાનવિજયજી તથા થાભવિજયજના પરિવારના મુનિએ વિદ્યમાન છે. સમુદાયના મુનિવર્ગો ઉપર એમના વિશેષ કાણુ હતા તેમજ વૃદ્ધિચંદજી વિગેરે ગુરૂભાઇએ પણ એમનું બહુ માન કરતા હતા. સંવત ૧૯૪૫ ના માગશર વદિ ને દિવસે ભાવનગરમાં તેઓ કાળ ધર્મ પામ્યા. અગ્નિસંસ્કાર સ્થાને એમનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં છે.
(૨) વૃદ્ધિવિજયજી ( વૃદ્ધિચંદજી) પ`જાબ રામનગર શહેરમાં એમના જન્મ એસવાળ જ્ઞાતિમાં સંવત ૧૮૯૦ માં થયે હતા. ૧૯૦૮ ના આષાઢ માસમાં મહારાજશ્રી બુઢેરાવજી પાસે દિલ્લીમાં દીક્ષા લીધી અને ૧૯૧૨ માં યોગાહન કરી વડી દિક્ષા લીધી અને મુનિશ્રી વૃદ્ધિવિજયજી નામથી મુનિવર્યશ્રી બુદ્ધિવિજયજીના શિષ્ય થયા. એ શાંત સ્વભાવી હતા. એમના ઉપદેશની અસર બહુ સારી થતી હતી. ભાવનગર · વિગેરે સ્થળામાં એમણે બહુ ઉપકાર કર્યો છે અત્યારે પણ ભાવનગર એમના ઉપકારનુ સ્મરણ કરે છે. એમના ૧ કેવળવિજયજી, ૨ ગભીરવિજયજી, ૩ ઉત્તવિજયજી, ૪ ચતુરવિજયજી, ૫ રાજવિજયજી, ૬ હેમવિજયજી, છ ધર્મવિજયજી, ૮ નેમવિજયજી, (વિજયનેમિસૂરિજી ) ૯ પ્રેમવિજયજી અને ૧૦ કપૂરવિજયજી એ દશ શિષ્યા હતા એ સઘળાએમાં માત્ર મુનિશ્રી રાજવિજયજી શિવાય નવ શિષ્યાને પરિવાર હાલ વિદ્યમાન છે તથા તેમવિજયજી ( વિજયનેમિસૂરિજી ) અને કપૂરવિજયજી પેાતે વિદ્યમાન છે. એમના શિષ્ય પ્રશિષ્ય વર્ગ વિશેષ છે તેમાં ધણા વિદ્વાન છે. આચાર્યશ્રી વિજયનેમિસૂરિજી વિગેરે તેમના શિષ્ય પ્રશિષ્ય વર્ગ શાસનને ઉપકાર કરી રહ્યો છે. એમણે ભાવનગરમાં ૧૯ અને અમદાવાદમાં ૧૨ બાર ચામાસાં કર્યા હતા. શારીરિક સ્થિતિ રાગગ્રસ્ત હાવાથી ભાવનગરમાં વિશેષ રહેવાનું થયું હતું. કુલ્લ ૪૧ વર્ષ દીક્ષા પર્યાય પાળી. સંવત ૧૯૪૯ ના વૈશાખ શુદિ સાતમે ભાવનગરમાં કાળધર્મ પામ્યા. એમના અગ્નિસંસ્કારના સ્થાને એમની પાદુકા સ્થાપન કરવામાં આવી છે.
(૩) નીતિવિજયજી, એમના જન્મ સુરતમાં થયા હતા. એમનું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com