________________
સુંદર રાજાની સુંદર ભાવના,
[ પ્રકરણ
સંબધી વાત પણ મારાથી કેમજ સભળાય ? આ પ્રમાણે વિચાર કરી ધીરવીર શિરોમણી સુંઢરરાજાએ કાટુમ્બિકભાયોના મહા આગ્રહવાળા ઝેરીલાં વચનેાના જેમ તેમ આડે અવળેા ઉત્તર આપી ‘વિષદામૂ:પરિસ્થાન્યા ” વિરૂદ્ધ ભૂમિના અવશ્ય ત્યાગ કરવાજ યોગ્ય છે, એમ માની કટુમ્પિકના ઘરના, તે ભૂમિના અને તે નગરનો ત્યાગ કરી અન્યગ્રામ તરફ પ્રયાણ કર્યું.
પ્રિય વાંચકા ! સુંદરરાજાના આ પ્રસંગને સંપૂર્ણ રીતે હૃદયમાં ઉતારવાની જરૂર છે. આવા પ્રસંગોમાં આ વિચારશ્રેણિ રગેરગમાં પરિણમેલી હેાવીજ જોઇએ. શીલસંરક્ષણની ખાતર રાજાએ આવી દીનદશામાં સદ્ભાગ્યે પ્રાપ્ત થએલી સુંદર સ્થાન વિગેરે સામગ્રિની લેરામાત્ર પણ દરકાર ન કરી, જોકે આમાં કાંઇ નવાઈ નથી; કારણ કે ધીર પુરૂષોનું એજ કર્ત્તવ્ય છે. ધીર પ્રાણિઓનું વર્ણ ન કરતાં એક કવિવર એક સ્થળે જણાવે છે કે—
૯૦
कान्ताकठाक्षविशिखा न लुनन्ति यस्य,
चित्तं न निर्दहति कोपकृशानुतापः । कर्षन्ति भूरिविषयश्च न लोभपाशः
लोकत्रयं जयति कृत्स्नमिदं स धीरः ॥ પ્રમદાનાં કટાક્ષમાણે જેના અંત:કરણને ભેદ કરી શકતાં નથી, જેનું ચિત્ત ક્રોધાગ્નિના જવલંત તાપથી નમ્ર થતું નથી તથા અનેક વસ્તુ વિષયક લાપાશ જેના અંત:કરણને ખેંચી શક્તા નથી, તેજ પ્રાણી આ દુનિયામાં ધીર પુરૂષામાં અગ્રગણ્ય થઈ શકે છે; અને તેજ ધીર સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ ત્રણે લેાકમાં સંપૂર્ણ રીતે જય મેળવે છે.
આધિ, વ્યાધિ ઉપાધિમય સંસારના તીવ્ર દુઃખા દેખી જેઓને ભય ઉત્પન્ન થતા હાય અને તેનાથી મુક્ત થવાની એટલે અનુપમ અવ્યાબાધ સુખ પ્રાપ્તિની અભિલાષા થતી હાય, તેવા ધીર સુભદ્રાણિ કોઇ પણ ઇંદ્રિયના વિષયમાં માહમુગ્ધ થતા નથી, અર્થાત તે છિદ્રયાને પેાતાની સ્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com