________________
| ૭ મું] દૈવને માર્મિક પ્રહાર. ૮૯ વિનાની વ્યાધિ, સુગતિની અર્ગલા વિગેરે અનેકવિશેષણથી અલંકૃત કરે છે.
કુલટા કૈટુમ્બિક સ્ત્રીએ પોતાને વશ કરવા ખાતર જેલા વિજય વચનકંટકે અને ફેકેલાં કઠોર દષ્ટિબાણો સુંદરરાજાના અભેદ્ય શીલસનેહનો ભેદ કરી શક્યા નહિ અને તેથી કરીને કર્મરાજાએ ધારેલ માર્મિક પ્રહાર નિષ્ફળ નિવશે. કૌટુમ્બિક સ્ત્રીના મુખમાંથી નિકળતા આંતરિક જીવનના મામલેદક અસભ્ય વચને સાંભળી સુંદરરાજા દિમૂઢ બની ગયો અને ઉંદી વિચારણા કરવા સાથે દેવને ઉપાલંભ આપવા લાગ્યું. અરે દેવ ! આ શ ગજબ ! ઉત્તમ સ્થાન, માનની પ્રાપ્તિ આટલાજ માટે કે શું ? દેવ ! તારી ગતિ તે અજબ છે ! અરે ! આટલાથી શું સંતોષ ન થયો કે જેથી મારા ઉપર મારા આંતરિક જીવનના વિનાશક મામિક હારનો પ્રાણ કરવાને તારે અવસર આવ્યો ? પણ દેવ! ચોક્કસ માનજે કે આ સુંદરરાજા પ્રાણુવિનાશક પ્રસંગ પ્રાપ્ત થયા છતાં પણ પિતાના સદાચારથી કદી પણ ચલાયમાન નહિ થાય તે નહિજ થાય. તારે સ્વાધિન રહેલી દ્રવ્યાદિની પ્રાપ્તિ, સુસ્થાન, વિગેરે ભલે જાઓ, મારે તેની પરવાર નથી, પરંતુ મારા સ્વાધિનમાં રહેલું મારું ઉત્તમ શીલ કદીપણ વિનાશ નહિ પામે તેનું હરણ કરવાની યોગ્યતા હું કોઈનામાં પણ જોઈ શકતો નથી.
આ પ્રમાણે દૈવને ઉપાલંભ આપી રાજા હદયમાં ચિંતવન કરે છે કે-આ સુંદર સ્થાન અને શરીરપુષ્ટિનું સાધન વિગેરે માત્ર મારા શીલનો ભંગ કરવા માટે દેવે આપેલું છે, માટે શીલસંરક્ષણની ખાતર આ સ્થાનને ત્યાગ કરવો એજ હિતાવહ છે. જે મારે પુર્યોદય હશે તે સુસ્થાન, માનની પ્રાપ્તિ હૃર નથી. પુણ્યવિના ઉત્તમ સામગ્રીની પ્રાપ્તિ દુર્લભ છે તે શા માટે અ૫ સુખની ખાતર અનાચારમાં પ્રવર્તમાન થઈ પુણ્યનો વિનાશ કરી પાપને પુંજ એકત્ર કરૂં ? અરે અનાચારમાં પ્રવર્તમાન થવું તો દૂર રહો એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com