________________
૧૮
દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. અવાજે પ્રશંસા થવા લાગી. દુનિયામાં વિનય ગુણ એ એક મહાન વશીકરણ છે. ગુણોનું મૂળ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનું મૂળ છે, મેલનું પણ એ મૂળ છે. ચાહે દેશવિરતિ હો કે સર્વ વિરતિ, હો. એ વિનય વિના કોઈપણ શેભા પામી શકતા નથી ! ! વિનિત
કપ્રિય બને છે અને લોકપ્રિય અન્યોનું સ્વમાર્ગે આકર્ષણ કરી શકે છે. ધર્મ ઉપર બહુમાન કરાવી શકે છે. તથા અન્યને બોધિબીજની પ્રાપ્તિનું કારણ બને છે. અન્યને ધર્મ માર્ગ માં જોડવામાં આ ગુણની અવશ્ય જરૂર છે. વિદ્વત્તા છતાં લોકપ્રિયતાના અભાવે બીજાઓને જોઈએ તેવા લાભ આપી શકાતો નથી.
કીતિવિજયજી મહારાજાની આજ્ઞાથી ગુરૂ સાથે વિહાર કરતા પ્રથમ ચાતુમાં તેમણે ૧૮૭૭ માં મેડતા નગરમાં કર્યું. ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી મરૂભૂમિમાં વિચરતા અનેક તીર્થોની યાત્રા કરી ભવ્ય કુમુદ વનને વિકસ્વર કરતા ગુજરાતમાં રાધનપુર નગરે આવ્યા અને સં. ૧૮૭૮ માં ચાતુર્માસિક સ્થિરતા ત્યાંજ કરી, ત્યારપછી શંખેશ્વરજી આદિ તીર્થોની યાત્રા કરી ગુરુવર્ય સાથે રાજનગર આવ્યા અને ગુરુવર્ય સાથે સંવત ૧૮૭૮, ૭૦, ૮૦ ત્રણ માસાં રાજનગરમાં કર્યા. આ અવસરે કીર્તાિ વિજયજી મહારાજા વૃદ્ધાવસ્થા પામ્યા હતા. મહારાજશ્રી મણિવિજયજી દીક્ષા દિવસથી માંડી ઉપવાસાદિ તપ શિવાયના બીજા દિવસમાં એકાસણું જ કરતા હતા. તે પણ ઠામ ચોવિહાર એટલે આહાર અવસરેજ પાણી વાપરતા. તે સિવાય બીજા અવસરે પાણી પણ લેતા ન્હોતા. નાની કે મોટી તપસ્યા હોય, વિહારમાં હોય કે સ્થાને હોય, શરીરે આબાધા હોય કે શાંતિ હોય, પરંતુ પાયાવિહાર એકાસણું કરતા હતા. તપના ઉત્તર પારણે અને તપને પારણે પણ એકાસણું કરતા. ખરું જ છે જે માનનો તાર પંકા | ગુમહારાજશ્રી કસ્તુરવિજયજી વર્ધમાન તપનાં આયંબીલ દરરોજ કરે અને તેમના આ નૂતન શિષ્ય ચોવિહાર એકાણ કરે. આ સ્થિતિમાં ૧૮૭૯ ના ચોમાસામાં ર૭ વર્ષની ઉમરે સોળ ઉપવાસ કર્યા, અને બીજે વર્ષો . ૧૮૮૦ માં અઠ્ઠાવીસ વર્ષની ઉમ્મરે માસક્ષમણ કર્યું અને ત્રીજા ચોમાસામાં સં. ૧૮૮૧ માં બત્રીસ ઉપવાસ કર્યા. આવી રીતે રાજનગરનાં ત્રણે ચોમાસામાં મહાન તપસ્યા કરી, ત્યાગી તપસ્વી ગુરૂના શિખ્યમુનિશ્રી મણિવિજયજી તપસ્વી બન્યા. આટલી નાની વયમાં અને માત્ર પાંચ વર્ષના દીક્ષા પર્યાયમાં આવી મોટી તપસ્યા થાય એ પુદગલાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com