________________
સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ આલિંગન શરીરને આશ્વાસન આપવા લાગી. ચારે દિશાએ થોડા થોડા વિભાગમાં સ્નિગ્ધતાવાળો પ્રદેશ દષ્ટિએ પડવા લાગે જેથી નજીકમાંજ કે જળાશય હોય તેવો સહજ ભાસ થયે. રાજા છેડે દૂર ગયો એટલામાં માર્ગમાંજ બને કિનારે જળથી ભરપૂર મહા વિશાળ નદી આવી. જે કે નદીએ શારીરિક શાંતિ કરી પરંતુ રાજાની માનસિક વ્યથામાં તે વધારોજ કર્યો, કારણ કે નદી માર્ગમાં આડી આવતી હતી જેથી તેનું ઉલ્લંઘન કરવું જ જોઈએ, પણ નદી મહા દસ્તર હતી. આ સ્થળે કવિ કહે છે કે અનેક આપત્તિમાં પણ ધર્ય ધારણ કરનાર રાજાને સત્વથી ચલાયમાન કરવા ભયંકર રૂપ ધારણ કરીને આવેલી કઈ નવીન આપત્તિજ હોય નહિ કે શું? ખરેખર રાજાને માથે આ એક નવીન આપત્તિજ હતી. રાજા નદી કિનારે ગયો અને અથાગ જળ જોઈને મુંઝાયા. હવે શું કરીશું, નદી ઉતર્યા વિના માર્ગ મળી શકે તેમ નથી અને બાળકો નદી ઉતરી શકે એવી સ્થીતિ નથી. અત્યાર સુધીમાં કોઈ પણ વખતે રાજાને આવા પ્રસંગ આવ્યું ન હતો, છેવટે વિચાર કરતાં ઉપાય મળે અને તેને અમલમાં મુકવા માટે સજજ થયો. રાજાએ પોતાના વિચારને અનુસાર એક પુત્રને ઉલ્લંઘન કરેલી અટવી તરફના કિનારે રાખી, બીજા પુત્રને પોતાના ખભા ઉપર બેસાડી, નદીના જળમાં પ્રવેશ કર્યો અને પુત્ર સહિત રાજા સહીસલામત નદીના બીજા કિનારે પહોંચ્યા. પોતાના ખભા ઉપરથી પુત્રને નીચે ઉતારી બીજા પુત્રને આ કિનારે લાવવા રાજા ફરી પાછો નદીમાં ઉતર્યો. આ અવસરે રાજા ઉપર વિષમવિપત્તિનું વાદળ ઘેરાઈ રહ્યું હતું. એક બાજુએ અરણ્ય તરફના કિનારે રહેલો બાળક મનમાં વિચાર કરતો હતો કે,-પિતાજી ભાઇને નદી પાર મુકી હમણાં જ આવશે અને મને લઈ જશે. ત્યારે બીજી તરફના કિનારે રહેલા બાળક વિચાર કરે છે કે, ભાઈને લેવા માટે જતા મારા બાપા હમણાં મારા ભાઈને લઈ મારી પાસે આવશે. આવી રીતે પિતા અને બંધુ પ્રત્યે, પ્રેમાળ બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com