________________
www
.vvv/
પુત્રવિયોગ. નારી સ્વચ્છેદી કુલટા સ્ત્રીને જેમ પતિઓની ખોટ હતી નથી અર્થાત્ જેમ તે અનેક સ્વામીવાળી હોય છે તેમ અનેક ધવ નામના વૃક્ષોની ઘટાથી ભરપૂર, મદોન્મત્ત સ્ત્રીને જેમ વિષયતૃષ્ણાની અધિકતા હોય છે તેમ અનેક ધતુરાના વૃક્ષ સમૂહથી વ્યાસ, ધનુષ્ય અને બાણોથી અલંકૃત સૈન્યસમૂહની જેમ ઠેકાણે ઠેકાણે દષ્ટિએ પડતા ચિત્રા અને જીરકના વૃક્ષવાળા ભૂમીપ્રદેશોથી અંકિત, રાક્ષસના સમૂહથી ભરપૂર, લંકા નગરીની જેમ અગણિત પલાશ (ખાખરા) ના વૃક્ષથી ચિત્રવિચિત્ર, મદિરાથી ઉન્મત્ત થયેલા અનેક ચંડાળાથી વ્યાસ સ્વેચ્છભૂમિની જેમ ઠેર ઠેર નજરે પડતા મદોન્મત્ત ગજ ઘટાથી બિહામણી, જેની સન્મુખ ન જોઈ શકાય તેવા લાલ નેત્રવાળા પ્લેચ્છ દુશમનની ધાડની જેમ ક્રોધથી રક્ત નેત્રવાળા ખુની ઇર્ષાળુ જંગલી પાડાઓથી મહાભયંકર, ભયસૂચક અન્ય વિશેષણોથી સર્યુ, ટુંકાણમાં કહીએ તે જે અટવી બાલ્યાવસ્થામાંજ વૈધવ્ય દશાને પ્રાપ્ત થયેલી સ્ત્રીની જેમ હમેશાં અનેક પ્રકારની તત્ર આપત્તિથી વ્યાપ્ત હતી તેમજ સિંહ, વાઘ, રીંછ, ઇત્યાદિ વિવિધ પ્રકારના શિકારી પશુ પક્ષીના સ્થાનોથી ભરપૂર હતી. જ્યાં માત્ર કોઈ કઈ સ્થળે દુનિયાદારીથી વિમૂખ વ્યવહારથી અનભિજ્ઞ કેવળ જંગલમાંજ પશુઓની સાથે રહીને પશુ જીવન ગુજારનારા જંગલી ભીલને છોડીને અન્ય મનુષ્ય કોઈ પણ સ્થળે દષ્ટિપથમાં આવતા નહતા.
આવા વિકટ અરાયમાં આશાધારી રાજા, બાળકોને આશ્વાસન આપતા માર્ગનું ઉલ્લંઘન કરતો હતો. શિકારી પશુ પક્ષીઓથી ભરપૂર અરણ્યમાં પ્રયાણ કરતાં જે કે રાજને કોઈ ભાગ્યોદયે હિંસક પ્રાણિઓથી તેવા પ્રકારનું વિન નડ્યું નહિ. સુધા તૃષા વિગેરે દુઃખો સહન કરતો રાજા બને બાળકો સહિત સહિસલામત અરણ્ય વટાવી બહાર આવ્યું. હવે જ્યાં આગળ માર્ગે પ્રયાણ કરે છે તેવામાં દૂરથી શીતલ જલને સ્પર્શ કરીને આવતી અને મંદમંદ શબ્દ કરતી વાયુલહરી, ભયંકર અટવીમાં પરિભ્રમણ કરતા ઉષ્ણ અને કઠોર વાયુથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com