________________
પટ
નવમું]
વીર માણિભદ્ર. કાળી સમસમાકાર રાત સ્મશાનની શૂન્યતામાં પિતાના હદયભેદક સૂસવાટા ભરતી વહી જતી હતી. વચ્ચે વચ્ચે કેઈ કૂતરાના રુદન કે શિઆળના અવાજ સિવાય આ સ્મશાની શાન્તિમાં ભંગ પાડનાર કોઈ ન હતું.
આ વખતે કાળા ઓળા જેવી એક વ્યક્તિ આ ભયંકર સ્મશાનની અઘાર ભયાનકતા વચ્ચે કંઈક મંત્રસાધના સાધવામાં મશગૂલ હતી. એની ડેકે બેખી ખોપરીઓની એક બિહામણી માળા લટકતી હતી. એ ખેપારીઓનાં ભયંકર નિર્જીવ જડબાં મૃત્યુહાસ્ય હસી રહ્યા હોય એમ એ ખોપરીઓની વચ્ચે દાંત દેખાતા હતા.
આ સાધક વ્યક્તિએ પિતાની આસપાસ પિતાનાં રક્ષણ માટે તલવાર વડે એક ગેળ કુંડાળું દેરેલું હતું. ઉપરાંત એની આજુબાજુ ચારે દિશાએ ચાર ખુલ્લી તલવારે નજ. દીકમાં જ જમીનની અંદર ડી ડી દાટીને ઊભી કરવામાં આવી હતી. એણે મેલી સાધના માટે ઉપયોગી થાય એવા કેટલાક અભક્ષ્ય અને અપેય પદાર્થો પિતાની ચારે બાજુએ ગોઠવી રાખેલા હતા. વારંવાર તેના પહોંમાંથી કંઈક મંત્રોચ્ચારના ઝીણું શબ્દો બહાર આવતા અને બહારની ભયાનક શુન્યતામાં ભળી જતા.
આવી કાળી અંધારી રાતે ઉજજયિનીના ગંધવી સ્મશાનમાં આ કેણ હશે એ પ્રશ્ન કેઈને પણ ઉપસ્થિત થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com